
ઊભાં રાખેલા વાહનો
ડ્રાઇવરની જગ્યા ઉપર વાહન ચલાવવાનુ વિધિસરનુ લાઇસન્સ ધરાવનાર વ્યકિત બેઠેલ હોય તે સિવાય અથવા યંત્ર બંધ કરી બ્રેક કે બ્રેકો માયૉ સિવાય અથવા ડ્રાઇવરની ગેરહાજરીમાં તે વાહન અચાનક ચાલવા ન માંડે તે માટે બીજા કંઇ પગલા લીધા સિવાય મોટર વાહન ચલાવનાર અથવા વાહનનો ચાજૅ ધરાવનાર કોઇ વ્યકિત કોઇ જાહેર જગામાં તે વાહન ઊભું રાખી કે રહેવા દઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw