જાહેર સ્થળે છોડી દીધેલ અથવા બેકાળજીથી મૂકી દીધેલ મોટર વાહન દૂર કરવા બાબત. - કલમ:૧૨૭

જાહેર સ્થળે છોડી દીધેલ અથવા બેકાળજીથી મૂકી દીધેલ મોટર વાહન દૂર કરવા બાબત.

(૧) મોટર વાહન દસ કલાક અથવા તેથી વધુ સમય માટે જાહેર સ્થળે છોડી જાય અને બેકાળજીથી મૂકી દે તો હકૂમત ધરાવતા પોલીસ અધિકારી સાંકળ વડે ખસેડી નાખવા અધિકૃત ગણાશે અથવા તેને અન્ય વાહન સાથે જોડીને તેને હકૂમત હોય તે પોલીસ અધિકારી આવા વાહનને દૂર કરી શકશે

(૨) છોડી દીધેલ બેદરકારીથી મૂકી દીધેલ ભાંગી ગયેલ અથવા અંશતઃ ભંગાર થઇ ગયેલ વાહન (જાહેર જગ્યાના) સબંધમાં તેવી સ્થિતિને કારણે ટ્રાફિકને ત્રાસ થાય અથવા દેખીતી રીતે ટ્રાફિકને અડચણરૂપ થાય સાંકળથી ખેંચી જઇને (જાહેર જગ્યા) ઉપરથી તાત્કાલિક ખસેડવા માટે હકૂમત ધરાવતા પોલીસ અધિકારી અધિકૃત ગણાશે

(૩) પોલીસ અધિકારી પેટાકલમ (૧) અથવા પેટાકલમ (૨) હેઠળ વાહન ખસેડવાને અધિકૃત હોય ત્યારે વાહનના માલિક બીજા કોઇ દંડ ઉપરાંત ખેંચવાનો તમામ ખર્ચ માટે જવાબદાર થશે.