ડ્રાઇવર ને પાછલી બેઠક ઉપર સવારી કરનારાઓ માટે સલામતીનાં પગલા - કલમ:૧૨૮

ડ્રાઇવર ને પાછલી બેઠક ઉપર સવારી કરનારાઓ માટે સલામતીનાં પગલા

(૧) બે પૈડાંની મોટર સાઇકલનો કોઇપણ ડ્રાઇવર મોટર સાઇકલ ઉપર પોતાના ઉપરાંત એક કરતા વધુ વ્યકિતઓ લઇ જઇ શકશે નહિ અને ડ્રાઇવરની સીટની પાછળ મોટર સાઇકલ ઉપર સજજડ રીતે બેસાડેલ યોગ્ય બેઠક ઉપર યોગ્ય સલામતી પગલા સાથે બેસવા સિવાય એવી કોઇપણ વ્યકિત ને લઇ જઇ શકશે નહિ. (૨) પેટાકલમ (૧)માં જણાવેલ સલામત પગલા ઉપરાંત બે પૈડાંની મોટર સાઇકલના ડ્રાઇવર અને તેની પાછલી બેઠક પર સવારી કરનારા માટે બીજા સલામતી પગલાં ઠરાવી શકશે