રક્ષણાત્મક ટોપો પહેરવા બાબત
દરેક વ્યકિત ચાર વષૅથી વધુ ઉંમરની હોય તેણે મોટર સાઇકલ કોઇપણ વષૅ અથવા વણૅન ધરાવનારે જાહેર સ્થળમાં ડ્રાઇવીંગ કરવા અથવા લઇ જતી વખતે કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલા હોય તેવા માપદંડો અનુસારનુ હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાનું રહેશે.જોગવાઇ કરવામાં આવે છે કે આ કલમની જોગવાઇઓ જાહેર જગામાં મોટર સાઇકલ ચલાવતી અથવા તેના ઉપર સવારી કરનારી વ્યકિત શીખ હોય અને તેણે પાઘડી પહેરી હોય તેને લાગુ પડશે નહિ.
વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે કેનદ્ર સરકાર નિયમો બનાવીને મોટર સાઇકલ ઉપર લઇ જવાતા અથવા સવારી કરનારા ચાર વષૅથી ઓછી વયના બાળકોની સલામતી માટેની પગલાઓની જોગવાઇઓ કરશે. સ્પષ્ટીકરણઃ- હેલ્મેટ (રક્ષત્મક ટોપો) એટલે જ
(એ) તેનુ સ્વરૂપ ચીજ વસ્તુ અને બનાવટ મોટર સાઇકલ ચલાવનાર અથવા તેની સવારી કરનારને અકસ્માતના કિસ્સામાં વ્યાજબી રીતે મદદઅંશે રક્ષણ ઉપલબ્ધ કરાવી શકવાની ક્ષમતા ધરાવતી હોય તેવુ ઓક્ષિત છે.
(બી) આવા હેલ્મેટ ઉપર ચોંટાડેલા પટ્ટા અથવા અન્ય લગાડેલી વસ્તુઓથી તે પહેરનારના માથાને ચપોચપ બંધ બેસતી હોવી જોઇએ )) (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૨૯ નવેસરથી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw