લાઇસન્સ અને નોંધણીનુ પ્રમાણપત્ર રજૂ કરવાની ફરજ - કલમ:૧૩૦

લાઇસન્સ અને નોંધણીનુ પ્રમાણપત્ર રજૂ કરવાની ફરજ

(૧) કોઇ જાહેર જગ્યામાંના મોટર વાહનના ડ્રાઇવરે ગણવેશ પહેરેલો કોઇ પોલિસ અધિકારી જોવા માગે ત્યારે પોતાનુ લાઇસન્સ તપાસ માટે રજૂ કરવું જોઇશે પરંતુ ડ્રાઇવર પોતાનું લાઇસન્સ આ અથવા બીજા કોઇપણ અધિનિયમ હેઠળ કોઇ અધિકારી અથવા સતાધિકારી સમક્ષરજૂ કર્યું હોય અથવા તેણે કબ્જે લીધુ હોય તો તે લાઇસન્સના બદલામાં તેના સંબંધમાં તેવા અધિકારી અથવા સતાધિકારીએ કાઢી આપેલ પહોંચ અથવા બીજી રસીદ રજૂ કરી શકશે અને ત્યાર પછી કેન્દ્ર સરકાર માંગણી કરતા પોલીસ અધીકારી સમક્ષ ઠરાવવામાં આવે તેટલી મુદતની અંદર અને તેવી રીતે લાઇસન્સ રજૂ કરવું જોઇશે. (૨) જાહેર જગામાંના મોટર વાહનનો કન્ડકટર હોય તો તેણે મોટર વાહન વ્યવહાર ખાતાના આ માટે અધીકાર આપેલ ઓફીસર જોવા માટે એટલે પોતાનુ લાઇસન્સ તપાસવા માટે રજૂ કરવુ જોઇશે (૩) (કલમ ૬૦ મુજબ નોંધાયેલા વાહન સિવાયના) મોટર વાહનના માલિકે અથવા તેની ગેરહાજરીમાં વાહનના ડ્રાઇવરે અથવા વાહનનો ચાજૅ ધરાવનાર વ્યકિત નો;ધણી અધિકારી અથવા મોટર વાહન વ્યવહાર ખાતાના અધિકૃત કરેલ અધિકારી વાહનની નોંધણીનું પ્રમાણપત્ર અને તેનુ વીમાપ્રમાણપત્ર અને તે વાહન હેરફેરનુ વાહન હોય ત્યારે કલમ ૫૬માં ઉલ્લેખેલ યોગ્યતાનુ પ્રમાણપત્ર રજૂ કરવુ જોઇશે અને જો કોઇ અથવા બધા જ પ્રમાણપત્રો અથવા પરમીટ તે સમયે રજૂ કરવાની સ્થિતિમાં ના હોય તો ૧૫ દિવસની તેઓને પ્રમાણપત્ર અથવા તેની નકલો માંગેલ અધિકારી સમક્ષ જાતે અથવા તો રજીસ્ટર્ડ પોસ્ટરી મોકલી આપવી પડશે.

સ્પષ્ટીકરણઃ- આ પેટાકલમના હેતુ માટે વીમા પ્રમાણપત્ર એટલે કલમ ૧૪૭ ની પેટાકલમ (૩) હેઠળ કાઢી આપેલ પ્રમાણત્ર

(૪) યથાપ્રસંગ પેટાકલમ (૨)માં ઉલ્લેખેલ લાઇસન્સ અથવા પેટાકલમ (૩) માં ઉલ્લેખેલ પ્રમાણપત્ર અથવા પરમીટ જેની પાસેથી માગવામાં આવ્યા હોય તે વ્યકિતની પાસે તે ન હોય તો તે વ્યકિત પોલિસ અધિકારી કે માંગણી કરનાર વ્યકિતને જણાવે તે દિવસમાં જો તેને કેન્દ્ર સરકાર ઠરાવે તેટલા સમયમાં અને તેવી રીતે માંગણી કરનાર પોલીસ અધિકારી અથવા અધિકારી સમક્ષ લાઇસન્સ અથવા પ્રમાણપત્ર અથવા પરમીટ રજૂ કરે તો આ કલમનુ પૂરતુ પાલન થયું ગણારો પરંતુ હેરફેરના વાહનનું નોંધણીનુ પ્રમાણપત્ર કે યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરમાવવામાં આવ્યુ હોય તે કોઇ વ્યકિતને ઠરાવવામાં આવે તેટલે અંશે અને તેવા ફેરફારસહિત હોય તે સિવાય આ પેટાક્લમની જોગવાઇઓ લાગુ પડશે નહિ.