બિનસલામત રેલ્વે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઇવરની ફરજ
કોઇપણ બિનસમાલત રેલવે ક્રોસિંગે પહોંચે એટલે મોટર વાહનના દરેક ડ્રાઇવરે વાહન બંધ કરી દેવું અને વાહનના ડ્રાઇવરે વાહનમાંના કન્ડકટર અથવા કિલનર અથવા નોકર અથવા બીજી કોઇપણ વ્યકિતને લેવલ ક્રોસિંગ જવાનુ કહેવુ અને ખાતરી કરવી કે બેમાંથી કોઇપણ બાજુએ ટ્રેઇન અથવા ટ્રોલી આવતી નથી અને ત્યાર પછી મોટર વાહનને એવા લેવલ ક્રોસિંગની બીજી બાજુએ દોરી જવું અને વાહનમાં કોઇ કન્ડકટર અથવા કિલનર અથવા નોકર અથવા બીજી કોઇપણ વ્યકિત ન હોય તો વાહનના ડ્રાઇવરે વાહનમાંથી ઊતરીને પોતાની જાતે ખાતરી કરવી જોઇશે કે રેલવે ટ્રેક પસાર કરતા પહેલા બેમાંથી કોઇ પણ બાજુએ ટ્રેઇન અથવા ટ્રોલી આવતી નથી.
Copyright©2023 - HelpLaw