
કેટલાંક કિસ્સાઓમાં થોભાવવાની ડ્રાઇવરની ફરજ
(૧) મોટર વાહનના ડ્રાઇવરે નીચેના પ્રસંગોએ વાજબી રીતે (જરૂરી જણાય તેટલા વખત સુધી પરંતુ ચોવીસ કલાક કરતા વધી ન જાય તેટલા સમય સુધી વાહન થોભાવું તથા ઊભુ રાખવુ જોઇશે)
(એ) ગણવેશધારી સબ ઇન્સ્પેકટર કરતા ઉતરતા દરજજાનો પોલીસ અધિકારી ન હોય ત્યારે જયારે કોઇ વ્યકિત પશુ કોઇ વાહન અથવા કોઇ મિલકતના નુકશાનના અકસ્માતના પ્રસંગે તે વાહન સંકળાયેલુ હોય ત્યારે ફરજ પાડે અથવા)
(બી) કોઇ પ્રાણીનો ચાજૅ ધરાવનાર વ્યકિતને તે પ્રાણી બેકાબૂ છે અથવા વાહનથી ભડકીને બેકાબૂ થશે એવી બીક લાગવાથી તે તેમ કરવા જણાવે ત્યારે અને તેણે અકસ્માત કે નુકશાન થયેલ હોય તે વ્યકિત માગે અને તે વ્યકિત પણ પોતાના નામ અને સરનામું આપે તો તેને પોતાના નામ તથા સરનામું અને વાહનના માલિકના નામ તથા સરનામું આપવા જોઇશે
(૨) કલમ ૧૮૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો ડ્રાઇવરે ક હોવાનો આક્ષેપ કરનાર અને પોતાના નામ તથા સરનામું આપનાર કોઇ વ્યકિત માગે ત્યારે તે મોટર વાહનના ડ્રાઇવરે પોતાના નામ તથા સરનામું આપવા જોઇશે.
(૩) આ કલમમાં પ્રાણી એટલે કોઇપણ ઘોડું ઢોર હાથી ઊંટ ગધેડું ખચ્ચર ઘેટું કે બકરું
Copyright©2023 - HelpLaw