કોઇ વ્યકિતને અકસ્માત અને ઇજા થાય ત્યારે ડ્રાઇવરની કરજ - કલમ:૧૩૪

કોઇ વ્યકિતને અકસ્માત અને ઇજા થાય ત્યારે ડ્રાઇવરની કરજ

કોઇ મોટર વાહનને લીધે થયેલ અકસ્માતને પરિણામે કોઇ વ્યકિતને ઇજા થાય અથવા

કોઇ ત્રીજા પક્ષની મિલકતને નુકશાન થાય ત્યારે તે વાહનના ડ્રાઇવરે અથવા તેનો ચાજૅ ધરાવનાર અન્ય વ્યકિતએ નીચે પ્રમાણે કરવુ જોઇશે. (એ) ટોળાના ઉશ્કેરાટના લીધે અથવા તેના નિયંત્રણ બહારના બીજા કોઇ કારણને લીધે તેમ કરવું વ્યાવહારિક ન હોય તે સિવાય (ઇજા પામનાર વ્યકિતની નજીકમાં નકજીકની હોસ્પિટલ અથવા તો દાકતરી વ્યવસાય કરતા તબબીબી પાસે લઇ જઇ જવો ને દાકતર તરીકે નોંધાયેલ તબીબની અથવા દાકતરની ઇજા પામનારને દાકતરી સારવાર આપવાની ફરજ રહેશે અને આ સારવાર માટે કોઇ પ્રક્રીયાની અનુમતિ મેળવવી જરૂરી નથી અને તે માટે તમામ વાજબી પગલા લેવા જોઇશે.) સિવાય કે ઇજા પામનાર વ્યકિત કે તેનો વાલી જો આવી વ્યકિત સગીર હોય તો અન્યથા ઇચ્છે તે સિવાય.

(બી) ઇજા પામનાર વ્યકિત અથવા તે સગીર હોય તો તેનો વાલી અન્યથા ઇચ્છે તે સિવાય પોલીસ અધિકારી માંગે તે માહિતી તેને આપવી જોઇશે અથવા કોઇ પોલીસ અધિકારી હાજર ન હોય તો તેણે શકય તેટલી જલદી અને કોઇપણ સંજોગોમાં બનાવ બન્યા પછીના ચોવીસ કલાકની અંદર તે બનાવના સંજોગો વિશે સૌથી નજીકના પોલીસ સ્ટેશને રિપોર્ટ કરવો જોઇશે.

(સી) અકસમાત થયા અંગે જેને વીમા માટેનુ પ્રમાણપત્ર કાઢી આપેલ હોય તેને નીચે જણાવેલ માલિની લેખિતમાં આપની માટે

(૧) વીમાની પોલીસીનો નંબર તથા તેની કાયદેસરની મુદત (૨) અકસ્માત થયાની તારીખ સમય અને જગ્યા

(૩) અકસ્માતમાં ઇજા પામનાર અથવા મરણ પામનાર વ્યકિતઓની વિગતો (૪) વાહન ચાલકનું નામ અને તેના ડ્રાઇવિંગ લાયસ-સની વિગતો

સ્પષ્ટીકરણ - આ ક્લમના હેનના અનુસંધાનમાં ડ્રાઇવર એટલે વાહનના માલિકનો પણ સમાવેશ થઇ જાય છે.