
અકસ્માતના કેસોની અને માગૅ પરની અનુકૂળતાની તપાસ માટે યોજના ઘડવા બાબત
(૧) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી નીચેના માટે એક કે વધુ યોજના કરી શકશે (એ) મોટર વાહનના અકસમાતના કારણોનો ઊંડો અભ્યાસ કરવા અને પૃથકકરણ કરવા માટે (બી) ધોરીમાગૅ ઉપર રસ્તાની આજુબાજુની સગવડો માટે
(સી) ધોરમાગૅ ઉપર ટ્રાફિક સહાય પોસ્ટો અને (ડી) ધોરીમાગૅ પાસે ટ્રક પાર્કિંગ સંકુલ
(( (ઇ) જાહેર જનતાની સલામતી અને સગવડતા હિત માટેની અન્ય કોઇ સગવડો )) (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૩૫ની પેટા કલમ (૧) ના પેટા ખંડ (ડી) પછી (ઇ) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
(૨) રાજય સરકાર આ કલમ હેઠળ કરેલ યોજના તે કરવામાં આવે તે પછી જેમ બને તેમ જલદી રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવી જોઇશે.
(( (૩) કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને માગૅ અકસ્માતના કારણો અને પૃથ્થકરણ કરવા માટેની એક અથવા વધુ યોજના બનાવશે. ))
(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૩૫ની પેટા કલમ (૨) પછી (૩) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw