નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા - કલમ:૧૩૭

નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા

કેન્દ્ર સરકાર નીચેની તમામ અથવા કોઇપણ બાબત માટે જોગવાઇ કરવા માટે નિયમો કરી શકશે (એ) જે પ્રસંગોએ મોટર વાહનના ડ્રાઇવરોએ સંકેતો કરે તે પ્રસંગો અને કલમ ૧૨૧ હેઠળ એવા સંકેતો બાબત

(( (એએ) કલમ ૧૨૯ હેઠળ ચાર વષૅથી ઓછી વયના બાળકોની સલામતી માટેના હેલ્મેટ (રક્ષાત્મક ટોપા) માટેના માપદંડો માટેની જોગવાઇ કરવી. ))

(બી) કલમ ૧૩૦ હેઠળ પોલીસ અધિકારી સમક્ષ લાઇસન્સ અને પ્રમાણપત્ર રજૂ કરવાની રીત.

(( (સી) કલમ ૧૩૬-એની પેટા કલમ (૧) હેઠળ ઇલેકટ્રોનિક નિયમન અને અમલીકરણ માટેના શહેરોની રાજય સરકાર દ્રારા પસંદગી કરવા માટેના ધોરણો માટેની જોગવાઇ કરવી અને

(ડી) કલમ ૧૩૬-એની પેટા કલમ (૨) હેઠળ ઇલેકટ્રોનિક નિયમન અને અમલીકરણ માટેની જોગવાઇ કરવી. )) (( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૩૭ની પેટા કલમ (એ) પછી (એએ) (સી) (ડી) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))