નિયમો કરવાની રાજય સરકારની સતા. - કલમ:૧૩૮

નિયમો કરવાની રાજય સરકારની સતા.

(૧) કલમ ૧૩૭માં નિર્દિષ્ટ કરેલ બાબતો સિવાયની આ પ્રકરણની જોગવાઇઓનો અમલ કરવા માટે રાજય સરકાર નિયમો કરી શકશે (૨) પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના આ નિયમોમાં નીચેની બાબતો

માટે જોગવાઇ કરી શકાશે (એ) રસ્તામાં ખોટકાઇ ગયેલાં અથવા પડયાં રાખેલા અથવા છોડી દેવાયેલાં વાહનોને તેમના ભરેલા માલ સહિત ખસેડવા તથા સલામત કસ્ટડીમાં રાખવા બાબત. (બી) વજન કરવામાં સાધનોના ગોઠવણ અને ઉપયોગ

(સી) વધુ પડતો માલ ભરેલા વાહનોમાંથી ખસેડેલો માલ ભરી રાખવા માટે ગોદામો નિભાવવા અને તેની વ્યવસ્થા કરવા બાબત અને તેના ઉપયોગ માટે લેવાની હોય તે ફી

(ડી) ફાયર બ્રિગેડના વાહનો એમ્બ્યુલન્સ અને બીજા ખાસ વર્ગના વાહનોની કરાવવામાં આવે તે શરતોએ આ પ્રકરણની તમામ કે કોઇ જોગવાઇઓમાંથી મુકિત (ઇ) વાહનોના પાર્કિંગના સ્થાનો અને સ્ટેન્ડોની જાળવણી અને વ્યવસ્થા અને તેના ઉપયોગ માટે લેવાની હોય તે ફી

(એફ) ઢોળાવ ઉપરથી નીચે ઊતરતી વખતે મોટર વાહનને તમામ કે નિર્દિષ્ટ જગાએ ગિયરમાં નાખ્યા વિના ચલાવવા ઉપર પ્રતિબંધ

(જી) ગતિમાં હોય ત્યારે મોટર વાહનને પકડવા જવા કે તેમા ચડવા ઉપર પ્રતિબંધ (એચ) ફૂટપાથ કે ફરસબંધીનો મોટર વાહનોએ ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ (આઇ) સામાન્ય રીતે લોકોને અથવા કોઇ વ્યકિતને જોખમ ઇજા કે હેરાનગતિ થતી અથવા કોઇ મિલકતને ભય કે નુકશાન થતું અથવા ટ્રાફિકને અડચણ થતી અટકાવવા બાબત અને

(જે) ઠરાવવાની કે ઠરાવી શકાય તેવી બીજી કોઇ બાબત.