કેન્દ્ર સરકારની નિયમો કરવાની સતા.
(૧) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નીચેના તમામ કે કોઇ હેતુ માટે નિયમો કરી શકશે. (એ) ભારતમાંથી ભારતની બહારની કોઇ જગાએ થોડા વખત માટે મોટર વાહન લઇ જનાર વ્યકિતઓને અથવા ભારતમાંથી ભારતની બહારની કોઇ જગાએ થોડા વખત માટે જનાર અને ભારતમાંથી તેમની ગેરહાજરી દરમ્યાન મોટર વાહન ચલાવવાની ઇચ્છા રાખનાર વ્યકિતઓને મુસાફરીના પાસ પ્રમાણપત્રો કે અધિકારપત્રો આપવા બાબત તથા તેને પ્રમાણીત કરવા બાબત.
(બી) ભારતમાં થોડો વખત રહેવા ઇચ્છનાર વ્યકિતઓએ ભારતની બહારથી થોડા વખત માટે લાવેલ
મોટર વાહનો ભારતમાં રાખવા અને વાપરવા માટેની શરતો ઠરાવવા બાબત (સી) ભારતમાં થોડો વખત રહેવા માટે ભારતની બહારથી થોડા વખત માટે લાવેલા મોટર વાહન
ભારતમાં રાખવા અને વાપરવા માટેની શરતો ઠરાવવા બાબત (૨) કોઇ પારસ્પરિક વ્યવસ્થા નીચે ભારત અને બીજા કઇ દેશ વચ્ચે ચલાવવામાં આવતી અને ભાડા કે બદલાથી જમીન માર્ગ ઉતારૂઓ કે માલ લઇ જતી મોટર વાહનોની સર્વિસોને સગવડ કરી આપવા તથા તેનુ નિયમન કરવા માટે કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નીચેની તમામ કે કોઇ બાબતો માટે નિયમો કરી શકશે (એ) તેવી સર્વિસોમાં ચલાવાતા મોટર વાહનો ભારતની બહારથી ભારતમાં લાવવા તથા ભારતમાં
રાખવા અને વાપરવા માટેની શરતો (બી) ભારતમાંના કોઇ સ્થળેથી ભારત બહારના કોઇ સ્થળે મોટર વાહન લઇ જવા માટેની શરતો (સી) તેવા મોટર વાહનોના ડ્રાઇવરો અને કંડકટરો તરીકે નોકરી રખાયેલ વ્યકિતઓને ભારતમાં દાખલ થવા અથવા ભારત બહાર જવા માટેની શરતો
(ડી) તેવાં મોટર વાહનોના ડ્રાઇવરો અને કંડકટરો તરીકે નોકરી રખાયેલ વ્યકિતઓને મુસાફરીના પાસ
પ્રમાણપત્રો કે અધીકારપત્રો કે આપવા બાબત તથા તેને પ્રમાણિત કરવા બાબત, (ઇ) તેવા મોટર વાહનોએ દર્શાવવાની (નોંધણી ચિન્હો સિવાયની) વિગતો અને તે દશાવવાની રીત
(એફ) તેવા મોટર વાહનો સાથે ટ્રેઇલરનો ઉપયોગ (જી) (પેટાકલમ (૪)માં ઉલ્લેખેલી જોગવાઇઓ સિવાયની) આ અધિનિયમની અથવા તે હેઠળ કરેલા
નિયમોની તમામ કે કોઇ જોગવાઇઓમાંથી તેવા મોટર વાહનોને અને તેમના ડ્રાઇવરો તથા કંડકટરોને મુકિત
(એચ) તેવા મોટર વાહનોના ડ્રાઇવરો અને કંડકટરોની ઓળખ (આઇ) ઠરાવવામાં આવે તેવી ફી ભય ખોવાઇ ગયેલા અથવા ભૂંસાઇ ગયેલા સુસાફરીના પાસ પ્રમાણપત્રો કે અધિકારપત્રો પરમિટો લાઇસન્સો અથવા ઠરાવેલા બીજા કોઇ દસ્તાવેજોને બદલે નવા કાઢી આપવા બાબત.
(જે) તેવી માગૅ વાહનવ્યવહાર સર્વિસની સફળતા માટે જકાત પોલીસ કે આરોગ્યને લગતા કાયદાઓની જોગવાઇઓમાંથી મુકિત (કે) ઠરાવવાની કે ઠરાવી શકાય તે બીજી કોઇ બાબત
(૩) કોઇ રાજયમાં મોટર વાહનો કે તેના વાપરનારા ઉપર લેવાતા કોઇ વેરામાંથી માફી મળે એ રીતે આ કલમ હેઠળ કરેલા કોઇ નિયમ અસરકતૉ થશે નહિ.
(૪) આ અધિનિયમનો અથવા રાજય સરકારે આ અધિનિયમ હેઠળ કરેલા કોઇ નિયમનો (એ) મોટર વાહનોની રચના નિભાવ અને સાધનો અંગેની જરૂરિયાતોને અથવા
(બી) મોટર વાહનોની રચના નિભાવ અને સાધનો અંગેની જરૂરિયાતોને અથવા (સી) મોટર વાહનોના ડ્રાઇવરોના અને કંડકટરોના લાઇસન્સ અને તેમની લાયકાતોને લગતો કોઇ મજકુર નીચેનાને લાગુ પડશે નહિ
(૧) જે મોટર વાહનને અથવા મોટર વાહનના ડ્રાઇવરને પેટાકમલ (૧)ના ખંડ (બી) કે ખંડ (સી) હેઠળ અથવા પેટાકલમ (૨) હેઠળ કરેલા કોઇ નિયમો લાગુ પડતા હોય તેને અથવા
(૨) જે મોટર વાહનના કંડકટરને પેટાકલમ (૨) હેઠળ કરેલા નિયમો લાગુ પડતા હોય તેને
Copyright©2023 - HelpLaw