
કસુર વગર અમુક કિસ્સાઓમાં વળતર આપવાની જવાબદારી
(૧) મોટર વાહન અથવા મોટર વાહનોના ઉપયોગમાંથી થતા અકસ્માતમાં કોઇ વ્યકિતનુ મોત નિપજે અથવા કાયમી અશકતતામાં પરિણામે ત્યારે વાહનનો માલિક અથવા પ્રસંગ પ્રમાણે વાહનોના માલિકો સંયુકતપણે અને પૃથક રીતે આ ક્લમની જોગવાઇઓ અનુસાર એવા મોત અથવા અશકતતાના સબંધમાં વળતર આપવા જવાબદાર થશે.
(૨) કોઇપણ વ્યકિતના મૃત્યુના સબંધમાં પેટાકલમ (૧) હેઠળ આપવાપાત્ર વળતરની રકમ (પચ્ચાસ) હજાર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવશે અને કોઇપણ વ્યકિતની કાયમી અશકતતાના સબંધમાં તે પેટાકલમ હેઠળ આપવાના વળતરની રકમ (પચ્ચીસ) હજાર રૂપિયાની રકમ નકકી કરવામાં આવશે.
(૩) પેટાલમ (૧) હેઠળ વળતર માટેના કોઇપણ દાવામાં દાવેદારે કઇ વિનંતી કરવાની જરૂર રહેશે નહિ અને જેના સબંધમાં દાવો કરવામાં આવ્યો હોય તે મોત અથવા કાયમી અશકતતા કોઇ અપકૃત્ય બેદરકારી અથવા સબંધિત વાહનના અથવા વાહનોના માલિક અથવા માલિકોની અથવા બીજી કોઇ વ્યકિતની કસુરને લીધે થયુ હતુ તેવું સાબિત કરવાની જરૂર રહેશે નહિ.
(૪) પેટાક્લમ (૧) હેઠળના વળતર માટેનો દાવો જેના મોત અથવા કાયમી અશકતતાના સબંધમાં દાવો માંડવામાં આવ્યો હતો તે વ્યકિતના કોઇ અપકૃત્યે બેદરકારી અથવા કસૂરને કારણે નિષ્ફળ જશે નહિ તેમજ એવા કૃત્યુ અથવા કાયમી અશકતતાના સંબંધમાં વસૂલ કરવાપાત્ર વળતરનુ પ્રમાણ એવા મૃત્યુ અથવા કાયમી અશક્તતા માટેની જવાબદારીમાં એવી વ્યકિતના હિસ્સાના ઘોરણે ઘટાડો કરી શકાશે નહિ.
(૫) કોઇપણ વ્યકિતના મૃત્યુ અથવા શારીરિક ઇજાના સંદર્ભમાં ઉપર પેટાકલમ-૨માં જણાવેલ કોઇપણ હોય તો મોટર વાહનનો માલિક વળતર ચૂકવવા જવાબદાર છે ઉપરાંત જે તે સમયના વર્તમાન કાયદા અન્વયે તેવી તકરાર અંગે પણ વળતર ચૂકવવા જવાબદાર છે.
પરંતુ એવી જોગવાઇ કરેલ છે કે કલમ ૧૬૩-એ અનવયે ચુકવવાપાત્ર થતી રકમ અથવા અન્ય કાયદા અન્વયે આવા વળતર અંગે થતી વળતરની રકમમાંથી કપાત કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw