મોત અથવા કાયમી અશકતતા માટે વળતર માંગવા માટેના બીજા હક સંબંધી જોગવાઇઓ
(૧) કોઇપણ વ્યકિતના મૃત્યુ અથવા કાયમી અશક્તતાના સબંધમાં કલમ ૧૪૦ હેઠળ વળતર માંગવાના હક આ અધિનિયમની અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદાની બીજી કોઇપણ જોગવાઇ હેઠળ તેના સબંધમાં વળતર માંગવા માટે બીજા કોઇપણ હક (જેનો આ કલમમાં (૧૬૩-એ (હવે પછીનો બીજો હકક) કસૂરના સિધ્ધાંત અંગે હક તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ઉપરાંત રહેશે.
(૨) કોઇપણ વ્યકિતના મોત અથવા કાયમી અશકતતાના સબંધમાં કલમ ૧૪૦ હેઠળ વળતર માટેના દાવાનો શકય તેટલો જલદી નિકાલ કરવો જોઇશે અને કલમ ૧૪૦ હેઠળ આવા મોત અથવા કાયમી અશકતતાના સંબંધમાં અથવા કસૂરના સિધ્ધાંત અંગેના હક અનુસાર વળતર માંગવામાં આવ્યુ હોય ત્યારે કલમ ૧૪૦ હેઠળના વળતર માટેના દાવાનો ઉપર જણાવ્યા પ્રમાણે સૌથી પ્રથમ નીકાલ કરવો જોઇશે.
(૩) પેટાલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા કોઇપણ વ્યકિતના મોત અથવા કાયમી અશકતતાના સંબંધમાં કલમ ૧૪૦ હેઠળ વળતર આપવને જવાબદાર વ્યકિત કસૂરના સિધ્ધાંત અંગેના હંક અનુસાર વળતર આપવાને જવાબદાર હોય તો એવી રીતે જવાબદાર વ્યક્તિએ પ્રથમ જણાવેલ વળતર આપવું જોઇશે અને
(એ) પ્રથમ જણાવેલ વળતરની રકમ બીજા જણાવેલ વળતરની રકમ કરતાં ઓછી હોય તો તે (પ્રથમ જણાવેલ વળતર ઉપરાંત) પ્રથમ જણાવેલ વળતરની રકમ કરતાં વધુ હોય તેટલી રકમ જેટલી જ બીજી જણાવેલ વળતર આપવું જોઇશે
(બી) પ્રથમ જણાવેલ વળતરની રકમ બીજા જણાવેલ વળતરની રકમ જેટલી જ હોય અથવા તેથી વધુ હોય તો તે બીજા જણાવેલ વળતર આપવાનો જવાબદાર થશે નહિ.
Copyright©2023 - HelpLaw