કાયમી અશકતતા - કલમ:૧૪૨

કાયમી અશકતતા

આ પ્રકરણના હેતુઓ માટે વ્યકિતની કાયમી અશકતતા કલમ ૧૪૦ની પેટાકલમ (૧)માં જણાવેલા પ્રકારના અકસ્માતમાંથી પરિણમી હોવાનું ગણાશે પરંતુ આવી વ્યકિતને અકસ્માતના કારણે

(એ) બેમાંથી કોઇપણ આંખથી જવાની અથવા બેમાંથી કોઇપણ કાનની સાંભળવાની કાયમી ખામી અથવા કોઇપણ અવયવ અથવા સાંધાની ખામીવાળી અથવા

(બી) કોઇપણ અવયવ અથવા સાંધાની શકિતનો નાશ થયો હોય અથવા કાયમી ખામી રહી હોય તેવી અથવા (સી) માથા અથવા ચહેરાની કાયમી વિકૃતિવાળી કોઇ ઇજા અથવા ઇજાઓ થઇ હોવી જોઇએ