૧૯૨૩ના ૮માં અધિનિયમ હેઠળ અમુક દાવાઓને આ પ્રકરણ લાગુ પાડવા બાબત - કલમ:૧૪૩

૧૯૨૩ના ૮માં અધિનિયમ હેઠળ અમુક દાવાઓને આ પ્રકરણ લાગુ પાડવા બાબત

કલમ ૧૪૦ની પેટાકલમ (૧)માં જણાવેલ પ્રકારના અકસ્માતમાંથી પરિણામની કામદાર વળતર અધિનિયમ ૧૯૨૩ હેઠળ કોઇપણ વ્યકિતના મૃત્યુ અથવા કાયમી અશકતતાના સબંધમાં વળતર માટેના કોઇપણ દાવાના સબંધમાં આ પ્રકરણની જોગવાઇઓ પણ લાગુ પડશે અને આ હેતુ માટે સદરહુ જોગવાઇઓ જરૂરી ફેરફારો સાથે તે અધિનિયમનો ભાગ છે એમ ગણાશે