
વ્યાખ્યા
આ પ્રકરણમાં
(એ) અધિકૃત વિમો ઉતારનાર એટલે તત્પુરતા સમયે ભારતમાં સામાન્ય વીમાનું કામકાજ કરનાર વીમો ઉતારનાર અને જેને વીમા નિયમનકતૅવ્ન અને વિકાસકતૅ સતા અધિનિયમ ૧૯૯૯ની કલમ-૩ હેઠળ સ્થપાયેલી વીમા નિયમનકારી અને વિકાસ સતા દ્રારા અને વીમા કામકજ (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ ૧૯૭૨ હેઠળ અધિકૃત કરાયેલ સરકારી વીમા ભંડોળ હેઠળ નોંધણી પ્રમાણપત્ર કાઢી આપવામાં આવેલ હોય તે
(બી) વીમાનુ પ્રમાણપત્ર એટલે કલમ-૧૭૪ની જોગવાઇઓ અનુસાર વીમો ઉતારનારે આપેલુ પ્રમાણપત્ર અને તેમાં ઠરાવવામાં આવે તેવી જરૂરિયાતોનું પાલન કરતી કવર નોટનો અને જયારે કોઇ પોલિસી અંગે એક કરતા વધુ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોય અથવા પ્રમાણપત્રની નકલ આપવામાં આવી હોય ત્યારે યથાપ્રસંગ તે તમામ પ્રમાણપત્રો કે તેવી નકલનો સમાવેશ થાય છે.
(સી) ગંભીર ઇજા એટલે તેના માટે ભારતીય દંડ સહિતા ૧૮૬૦ની કલક ૩૨૦માં આપવામાં આવેલા અથૅનો સમાન અથૅ
(ડી) મોટર વાહન અકસ્માત મારી અને નાસી જવુ એટલે આ હેતુ માટે મોટર વાહનના અથવા મોટર વાહનોના ઉપયોગથી ઉદભવેલ અકસ્માત જેમા ઓળખ માટે વ્યાજબી પ્રયાસો છતા પણ ઓળખ કરી શકાયેલ ના હોય તેવો કેસ
(ઇ) વીમા નિયમનકૉા અને વિકાસકતા સતામંડળ એટલે વીમા નિયમનકતૅવ્ડ અને વિકાસકતૅ સતામંડળ અધિનિયમ ૧૯૯૯ની કલમ ૩ હેઠળ સ્થપાયેલી વિમા નિયમનકૉ । અને વિકાસકતૅ સતામંડળ
(એફ) વીમાની પોલિસી માં વીમાના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. (એચ) પરસ્પર સબંધ રાખનાર દેશ એટલે આ પ્રકરણના હેતુઓ માટે પારસ્પરિક ધોરણે પરસ્પર સંબંધ રાખનાર દેશ રીકે કેન્દ્ર સરકાર રાજયપત્રમાં જાહેર કરે તે કોઇ દેશ.
(આઇ) ત્રીજો પક્ષ જેમા સરકાર સામાવિષ્ટ રહેશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૪૫ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw