ત્રીજા પક્ષના જોખમ માટે વીમાની જરૂર
(૧) ઉતારૂ તરીકે હોય તે સિવાય કોઇ વ્યકિત કોઇ મોટર વાહન જાહેર જગામાં પોતે વાપરી શકશે નહિ અથવા અન્ય કોઇ વ્યકિત પાસે વપરાવી શકશે નહિ કે તેને વાપરવા દઇ શકશે નહિ સિવાય કે યથાપ્રસંગ પોતે અથવા તે બીજી વ્યકિતએ વાહન વાપરવા સંબંધમાં આ પ્રકરણની જરૂરિયાતોનું પાલન કરતી વીમાની પોલીસી ચાલુ હોય.જોગવાઇ કરવામાં આવી છે કે ભયજનક અગર તો સ્ફોટક પદાથે લઇ જવામાં અથવા તે લઇ જવા માટેરાખવામાં આવેલ વાહન હોય ત્યારે પબ્લિક લાયાબીલીટી ઇન્સ્યુરન્સ એકટ-૧૯૯૧ મુજબ વિમાની પોલીસીધરાવતો હોવો જોઇએ.
સ્પષ્ટીકરણ:-પોતાને ખબર હોય અથવા માનવાને કારણે હોય કે આ પેટા કલમ પ્રમાણેની આવશ્યક પોલિસી અમલમાંનથી તે સિવાય તે મોટર વાહન વાપરવા સંધમાં આવી પોલિસી ન હોય તો માત્ર પગારદાર નોકર તરીકે મોટરવાહન ચલાવનાર વ્યકિતએ આ પેટા કલમનુ ઉલ્લંઘન કરેલુ હોવાનું ગણાશે નહિ,
(૨) કેન્દ્ર સરકાર કે રાજય સરકારની માલિકીના અને કોઇ વાણિજિયક સાહસ સાથે ન સંકળાયેલા સરકારના હેતુઓ માટે વાપરવામાં આવતા કોઇ વાહનને પેટા કલમ (૧) લાગુ પડશે નહિ.
(૩) સમુચિત સરકાર હુકમ કરીને નીચેના પૈકીના કોઇ સતામંડળની માલિકીના વાહનને પેટા કલમ (૧)ના અમલમાંથી મુકત રાખી શકશે.
(એ) વાણિજિયક સાહસ સાથે સંકળાયેલા હેતુઓ માટે વપરાતા વાહન અંગે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર
(બી) કોઇ સ્થાનિક સતામંડળ (સી) કોઇ રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગ જોગવાઇ કરવામાં આવી છે કે આવા કોઇ સતામંડળ સંબંધમાં તો સતામંડળે તેના કોઇ વાહનનો ઉપયોગ થવાને લીધે તે સતામંડળની પોતાની અથવા તેની નોકરીમાં હોય તે કોઇ વ્યકિતની ત્રીજા પક્ષના સબંધમાં ઊભી થનાર કોઇ જવાબદારને પહોંચી વળવા માટે આ અધિનિયમ હેઠળ તે અર્થે કરેલા નિયમો અનુસાર એક ફંડ સ્થાપ્યું હોય અને તે નિભાવતું હોય તે સિવાય આવો કોઇ હુકમ કરી શકાશે નહિ.
સ્પષ્ટીકરણ:- આ પેટા કલમના હેતુઓ માટે સમુચિત સરકાર એટલે યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર અને (૧) કેનદ્ર સરકાર કે રાજય સરકારની માલિકીની કોઇ કોર્પોરેશન કે કંપનીના સંબંધમાં કેન્દ્ર સરકાર કે તે રાજય સરકાર (૨) કેન્દ્ર સરકારની અનેક એક કે તેથી વધારે રાજય સરકારોની માલિકીના કોઇ કોર્પોરેશન કે કંપનીના સંબંધમાં કેન્દ્ર સરકાર
(૩) બીજા કોઇ રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગ અથવા કોઇ સ્થાનિક સતામંડળના સબંધમાં તે અન્ડરટેકિંગ કે સતામંડળ ઉપર અંકુશ ધરાવનાર સરકાર (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૪૬ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw