પોલીસીની જરૂરિયાતો અને જવાબદારીની મયૉદા - કલમ:૧૪૭

પોલીસીની જરૂરિયાતો અને જવાબદારીની મયૉદા
(૧) આ પ્રકરણની જરૂરીયાતોનું પાલન કરવા માટે વીમાની પોલિસી નીચે પ્રમાણેની હોઇ શકશે (એ) અધિકૃત વીમો ઉતારનાર વ્યકિતએ કાઢી આપેલી પોલિસી અને (બી) પેટા કલમ (૨)માં નિર્દિષ્ટ હદ સુધી પોલિસીમાં જણાવેલ વ્યકિત કે વ્યકિતઓના વગૅ નો નીચેના અંગે વીમો ઊતારતી પોલિસી
(૧) શારીરિક ઇજા સબંધમાં કે કોઇ વ્યકિતને જેમા વાહનમાં રાખેલ માલનો માલિક અગર તો તેના
અધિકૃત પ્રતિનિધિ કે જે વાહનમાં હોય તે પણ જાહેર જગામાં વાહનનો ઉપયોગ કરવાથી અથવા તેમાંથીનીપજતા કોઇ ત્રીજા પક્ષના મૃત્યુ કે શારીરિક ઇજા સંબંધમાં કે તેની ઊભી થનાર કોઇ જવાબદારી અંગે
(૨) જાહેર જગામાં વાહનનો ઉપયોગ કરવાથી અથવા તેમાંથી નીપજતા જાહેર સર્વિસ વાહનના કોઇઉતારૂના મૃતયુ કે શારીરિક ઇજા અંગે
સ્પષ્ટીકરણ:-
શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે કોઇ ત્રીજા પક્ષના મૃત્યુ કે શારીરિક ઇજા અથવા તેની કોઇ મિલકતનું નુકશાન જેને લીધે અકસ્માત થયો હોય તે કૃત્ય કે કાયૅલોપ જાહેર જગામાં થયેલ હોય તે વ્યકિત કે મિલકત અકસ્માતના સમયે જાહેર જગામાં ન હોવા છતા જાહેર જગામાં વાહનનો ઉપયોગ કરવાથી કે તેને લીધે થયેલ હોવાનું ગણાશે.
(૨) તત્પુરતા સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇપણ કાયદામાં કશું પણ આવેલુ હોય તેમ છતા વ્યકિતનુમૃત્યુ થવા અથવા વ્યકિતને ગંભીર ઇજા થવાના સબંધમાં ત્રીજી વ્યકિતના વીમાના સબંધમાં વીમોઉતારનારની જવાબદારી અને પાયાનું પ્રિમીયમ વીમા નિયમનકૉ અને વિકાસકર્તા સતામંડળના પરામર્શમાં કરાવશે. (૩) ઠરાવેલા નમૂનામાં તથા જે કોઇ શરતને આધીન રહીને પોલિસી આપવામાં આવી હોય તેવી ઠરાવેલીવિગતો તથા બીજી કોઇ ઠરાવેલી બાબતોની ઠરાવેલી વિગતોવાળુ વીમાનું પ્રમાણપત્ર પોલિસી કઢાવનાર વ્યકિતને વીમો ઉતારનાર આપે નહીં ત્યાં સુધી આ પ્રકરણના હેતુ સારૂ પોલિસી અસરકતા । થશે નહિ અને જુદા જુદા કિસ્સાઓમાં જુદા જુદા નમૂના વિગતો અને બાબતો ઠરાવી શકાશે.
(૪) આ અધિનિયમમાં કાંઇપણ સમાવિષ્ટ હોય તે છતા મોટર વાહન (સુધારા) અધિનિયમ ૨૦૧૯ના અમલમાં આવ્યાના પહેલા કાઢવામાં આવેલ વિમાની પોલિસી આ અધિનિયમની જોગવાઇઓ અને કરાર હેઠળ અસ્તિત્વમાં રહેલી શરતો ઉપર જારી રહેશે જાણે સદર અધિનિયમ દ્રારા આ અધિનિયમમાં સુધારો કરવામાં આવેલ જ ન હોય.
(૫) આ પ્રકરણની કે તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ હેઠળ વીમા ઉતારનારે કાઢેલી કવર નોટ બાદઠરાવેલા સમયની અંદર વીમાની પોલિસી કાઢી આપવામાં આવી ન હોય ત્યાર વીમો ઉતારનારે કવર નોટની
માન્યતાની મુદત પૂરી થયા પછીના સાત દિવસની અંદર જે નોંધણી અધિકારીના દફતરમાં તે કવર નોટ જેવાહનને લગતી હોય તે વાહન નોંધવામાં આવ્યું હોય તે નોંધણી અધિકારીને અથવા રાજય સરકાર ઠરાવે તેવા બીજા અધિકારીને તે બાબતની નોટિસ આપીને જાણ કરવી જોઇશે. (૬) કોઇ કાયદામાં બીજી કાંઇ જગાએ ગમે તે મજકુર હોય તે છતા આ કલમ હેઠળ વીમાની પોલિસી કાઢી આપનાર વ્યકિત તે પોલિસીમાં જણાવેલ જે વ્યકિત કે જે વગૅ ની વ્યકિતઓની બાબતમાં તે પોલિસીમાં
જવાબદારી સ્વીકારવાનું અભિપ્રેત હોય તે જવાબદારીના સબંધમાં તે વ્યકિતને કે તે વર્ગની વ્યકિતઓને નુકશાની ભરી આપવાને જવાબદાર રહેશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૪૭ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલતા-૦૯/૦૮/૨૦૧૯))