
પારસ્પરિક સંબંધ ધરાવતા દેશોમાં કાઢી આપવામાં આવેલી વીમાની પોલિસીઓની કાયદેસરતા
ભારત અને પારસ્પરિક સબંધ ધરાવતા દેશ વચ્ચેની કબૂલાત અનુસાર પારસ્પરીક સંબંધ ધરાવતા દેશમાં નોંધાયેલ કોઇ મોટર વાહન તે બે દેશો વચ્ચેના સાહિયારા કોઇ રૂટ ઉપર કે કોઇ વિસ્તારની અંદર ચલાવવામાં આવતું હોય અને પારસ્પરિક સબંધ ધરાવતા દેશમાં તે વાહનનો ઉપયોગ કરવા સબંધમાં તે દેશમાં અમલમાં હોય તેવા વીમા સબંધી કાયદાની જરૂરિયાતોનું પાલન કરીને વીમાની કોઇ પોલિસી અમલમાં હોય ત્યારે કલમ-૧૪૭ માં ગમે તે મજકૂર હોય તે છતા પરંતુ કલમ ૧૬૪ (બી) હેઠળ કરવામાં આવે તેવા કોઇ નિયમોને આધીન રહીને જે રૂટ કે વિસ્તાર · સબંધમાં વ્યવસ્થા કરવામાં આવી હોય તે સમગ્ર રૂટ કે વિસ્તારમાં તે વીમાની પોલિસી આ પક્રકરણની જરૂરિયાતોનું પાલન કરીને કરવામાં આવી હોય તેમ તે વીમા પોલિસી અમલમાં રહેશે. (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૪૮ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw