વીમા કંપની દ્રારા જવાબદારીનું પાલન અને તે માટેની કાયરીતિ - કલમ:૧૪૯

વીમા કંપની દ્રારા જવાબદારીનું પાલન અને તે માટેની કાયરીતિ

(૧) વીમા કંપની તેને અકસ્માતની માહિતી અકસ્માત માહિતી રીપોટૅથી અથવા અન્યથા પ્રાપ્ત થાય તેથી આવા અકસ્માતના દાવાનું ચૂકવણું કરવા માટે અધિકારીને નિયુકત કરશે.

(૨) વીમા કંપની દ્રારા નિયકુત કરેલ અધિકારી વળતર માટેના દાવાનું ચૂકવણુ કરવાની કાયૅવાહી કરવા માટે દાવેદારને દાવા ટ્રીબ્યુનલ સમક્ષ કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલી હોય તેવી વિગતોસહિત તેવી સમય મયૅાદામાં અને તેવી કાયૅરીતિનું પાલન કા પછી વિકલ્પ આપશે.

(૩) પેટા કલમ (૨) હેઠળ જે દાવેદારને વિકલ્પ આપવામાંઆવેલ હોય તે જો (એ) આવા વિકલનો સ્વીકાર કરે (૧) દાવા ટ્રીબ્યુનલ આવા સમાધાનની નોંધ કરશે અને દાવો સંમતિથી સમાધાન થયેલ હોવાનું માની લેવાશે અને

(૨) વીમા કંપની દ્રારા સમાધાનની થયેલ નોંધણીની તારીખથી વધુમાં વધુ ત્રીસ દિવસોના સમયગાળામાં ચૂકવણુ કરવાનું રહેશે. (બી) જો આવા વીકલ્પને અસ્વીકાર કરશે તો દાવા ટ્રીબ્યુનલ દ્રારા આવા દાવાની ગુણવતાના આધારે નિણિત કરવા માટેસુનવણીની તારીખ નિયત કરવામાં આવશે. (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૪૯ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))