ત્રીજા પક્ષના જોખમ માટે વીમો ઉતરાવનાર વ્યકિતઓ વિરૂધ્ધના ફેસલાઓમાં અને એવોડૅમા નાણા ભરવાની વીમો ઉતારનારાઓની ફરજ - કલમ:૧૫૦

ત્રીજા પક્ષના જોખમ માટે વીમો ઉતરાવનાર વ્યકિતઓ વિરૂધ્ધના ફેસલાઓમાં અને એવોડૅમા નાણા ભરવાની વીમો ઉતારનારાઓની ફરજ

(૧) વીમો ઉતરાવ્યા હોય તે વ્યકિને કલમ ૧૪૭ ની પેટા કલમ (૩) મુજબ વીમાનું પ્રમાણપત્ર આપ્યા પછી તે પોલિસીમાં વીમો ઉતારેલ વ્યકિત સામે કલમ ૧૪૭ ની પેટા કલમ (૧) ના ખંડ (બી) હેઠળ જેનો પોલિસીમાં સમાવેશ કરવો જરૂરી હોય તેવી (પોલિસીની શરતોપ્રમાણેની) જવાબદારીના સબંધમાં કલમ ૧૬૪માં જણાવેલ જોગવાઇ અનુસાર ફેંસલો અથવા ચુકાદો મેળવ્યો હોય તયારે વીમો ઉતારનારને તે પોલિસી ફોક કે રદ કરવાનો હક હોય અથવા તેણે તે પોલિસી ફોક કે રદ કરી હોય તે છતા તે હુકમનામાનો દેણદાર હોય તેમ વીમો ઉતારનારે આ કલમની જોગવાઇઓને અધીન રહીને તે જવાબદારી અંગે વીમો ઉતરાવ્યો હોય તે રકમથી વધુ ન હોય તેવી ખચૅ અંગે આપવાની રકમ સહિતની તથા ફેંસલાઓ ઉપરના વ્યાજને લગતા કોઇ અધિનિયમ મુજબના તે રકમ ઉપરના વ્યાજ સહિત ફેંસલા મુજબ આપવાની રકમ હુકમનામાનો લાભ મેળવવાને હકદાર વ્યકિતને આપવી જોઇશે.

(૨) જે કાયૅવાહીમાં ફેંસલો અથવા ચુકાદો આપવામાં આવ્યો હોય તેના આરંભ પહેલા કોટૅ અથવા કલેઇમ ટ્રિબ્યુનલ મારફત વીમો ઉતારનારને તે કાયૅવાહી ચાલવાની નોટીશ મળી હોય તે સિવાયના કોઇ ફેંસલા અથવા ચુકાદા અંગે અથવા અપીલ અનિણીત હોય તે દરમ્યાન જેટલો વખત ફેંસલા અથવા ચુકાદા અંગેની બજવણી અટકાવવામાં આવી હોય તેટલા વખત સુધી કોઇ ફેંસલા અથવા ચુકાદા માટે વીમો ઉતારનારે પેટા કલમ (૧) હેઠળ કોઇ રકમ આપવાની રહેશે નહિ અને જે વીમો ઉતારનારને તે પમાણે તેવી કોઇ કાયૅવાહી ચાલવાની નોટીશ આપવામાં આવી હોય તેને તેમા પક્ષકાર થવાનો હક રહેશે અને નીચેનામાંથી કોઇ કારણસર તે કાર્યવાહીનો બચાવ કરી શકશે.

(એ) પોલીસીની શરતોમાંથી નીચે પૈકીની કોઇ નિર્દિષ્ટ શરતનો ભંગ થયેલ છે.

(૧) નીચેના માટે તે વાહન ન વાપરવાની શરત

(એ) વીમાના કરારની તારીખે તે વાહનને ભાડું કે બદલો લઇને ચલાવવા માટેની પરમિટમાં સમાવેશ ન થયો હોય તયારે ભાડા કે બદલા માટે અથવા

(બી) વ્યવસ્થિત રેસમાં ભાગ લેવા તથા ઝડપની કસોટી માટે અથવા

(સી) વાહન હેરફેરનુ વાહન હોય ત્યારે જે પરમિટ મુજબ તે વાહન વાપરવામાં આવતું હોય તે પરમિટથી છુટ આપવામાં આવી ન હોય તેવા હેતુ માટે અથવા

(ડી) વાહન મોટર સાઇકલ હોય સાઇડકાર લગાડયા સિવાય અથવા

(૨) નામથી નિર્દિષ્ટ અમુક વ્યકિતએ કે વ્યકિતઓએ અથવા વિધિસર લાઇસન્સ ન ધરાવનાર વ્યકિતએ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવા ગેરલાયક ઠરેલ વ્યકિતએ તે ગેર લાયકાતની મુદત દરમ્યાન વાહન ન ચલાવવાની શરત અથવા

(૩) યુધ્ધ આંતર વિગ્રહ હુલ્લડ કે લોક આંદોલનની સ્થિતિને પરિણામે થયેલી ઇજા માટેની જવાબદારી ન સ્વીકારવાની શરત અથવા

(બી) મહત્વની હકીકત જાહેર ન કરીને અથવા કોઇ મહત્વની બાબતમાં ખોટી હોય તેવી હકીકતની રજૂઆતથી તે પોલિસી મેળવવામાં આવી હોવાને કારણે તે પોલિસી ફોક છે.

(સી) કે ઇન્શ્યોરન્સ એકટ ૧૯૩૮ (૧૯૩૮નો અધિ. ક્રમાંક ૪) ની કલમ ૬૪-વીબી હેઠળની આવશ્યકતા મુજબ પ્રિમીયમની બિનસ્વીકૃતિ થયેલ.

(૩) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ કોઇ ફેંસલો પારસ્પરિક સબંધ રાખતા દેશમાંની કોઇ કોટૅ માંથી મેળવવામાં આવ્યો હોય અને તે વિદેશી ફેસલાની બાબતમાં દીવાની કાર્યરીતિ અધીનિયમ ૧૯૦૮ ની કલમ ૧૩ની જોગવાઇઓની રૂએ તે વિદેશી કોટૅ જે બાબત પરત્વે ન્યાય નિણૅય કર્યું હોય તે બાબત સબંધમાં નિણૅયક હોય ત્યારે (પારસ્પરિક સબંધ રાખનાર દેશના તત્સમાન કાયદા હેઠળ નોંધાયેલ કે ન નોંધાયેલ અને વીમા અધીનિયમ ૧૯૩૮ હેઠળ નોંધાયેલ) વીમો ઉતારનાર સદરહુ ફેંસલો ભારતની કોર્ટે આપ્યો હોય તે પેટા કલમ (૧) માં નિર્દિષ્ટ કરેલ રીતે અને તેટલે અંશે હુકમનામાનો લાભ મેળવવાને હકદાર વ્યકિતને જવાબદાર થશે.

જોગવાઇ કરવામા આવી છે કે જે કાર્યવાહીમાં ફેસલો આપવામાં આવ્યો હોય તે કાર્યવાહીના આરંભ પહેલા વીમો ઉતારનારને સબંધ ધરાવતી કોર્ટે મારફત કાયૅવાહી અંગેની નોટીશ મળી હોય તે સિવાય અને તે વીમો ઉતારનાર પારસ્પરિક સબંધ રાખતા દેશના તત્સમાન કાયદા હેઠળ તે કાયૅવાહીનો પક્ષકાર થવાને તથા પેટા કલમ (૨)માં નિદિષ્ટ કરેલા કારણો જેવા જ કારણોસર સદરહુ કાયૅવાહીનો બચાવ કરવાને હકદાર હોય તે સિવાય તેવા કોઇ ફેંસલા સબંધમાં વીમો ઉતારનારે કોઇ રકમ આપવાની થશે નહિ.

(૪) પોલિસી કઢાવનાર વ્યકિતને કલમ ૧૪૭ની પેટા કલમ (૩) હેઠળ વીમાનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ ત્યારે કલમ ૧૪૭ની પેટા કલમ (૧)ના ખંડ (બી)માં જે જવાબદારીનો પોલિસીમાં સમાવેશ કરવો જરૂરી હોય તે જવાબદારી સબંધમાં તેટા કલમ (૨)ના ખંડ (જી)માં શરતો સિવાયની કોઇ શરતોથી તે પોલિસીનો જેટલો ભાગ વીમો ઉતરાવનારના વીમાને મૉાદિત કરતો હોય તેટલો ભાગ અસરકતા । થશે નહિ.

(૫) પોલિસીથી જેનો વીમો ઉતારવામાં આવ્યો હોય તેની ઊભી થયેલી જવાબદારી સબંધમાં વીમો ઉતારનાર આ કમલ હેઠળ જે રકમ આપવાને જવાબદાર થાય તે રકમ આ કલમની જોગવાઇઓને અભાવે તે જવાબદારી માટે વીમો ઉતારનારે પોલિસી હેઠળ આપવાની થાય તે રકમ કરતા વધુ હોય તો વીમો ઉતારનાર તે વ્યકિત પાસેથી તે વધારાની રકમ મેળવવા હકદાર થશે. (૬) પેટા કલમ (૨) કે પેટા કલમ (૩)માં જણાવ્યા પ્રમાણેની નોટીશ આપવામાં આવી હોય તે કોઇ વીમો ઉતારનાર યથાપ્રસંગ પેટા કલમ (૨)માં અથવા પારસ્પરિક સબંધ રાખતા દેશના તત્સમાન કાયદામાં જોગવાઇ કરેલી રીત સિવાયની કોઇ રીત કે પેટા કલમ (૧) કે પેટા કલમ (૩)માં જણાવેલા કોટૅના ફેંસલા અથવા ચુકાદાનો લાભ મેળવવાને હકદાર વ્યકિત તરફની પોતાની જવાબદારી નકારવા હકદાર થશે નહિ.

સ્પષ્ટીકરણઃ- આ કલમ હેતુઓ માટે

(એ) એવોડૅ એટલે કલમ ૧૬૮ હેઠળ દાવા ટ્રીબ્યુનલે આપેલો એવોર્ડ

(બી) દાવા ટ્રીબ્યુનલ એટલે કલમ ૧૬૫ હેઠળ સ્થપાયેલી દાવા ટ્રીબ્યુનલ

(સી) પોલિસીની શરતોથી આવૃત થતી જવાબદારીઓ એટલે પોલિસીથી આવૃત થતી હોય તેવી જવાબદારીઓ અથવા આ રીતે આવૃત થતી પરંતુ એવી હકીકતો માટે વીમો ઉતારનાર તેપોલિસી ટાળવા અથવા રદ કરવા પાત્ર હોય અથવા તેણે ટાળી હોય અથવા રદ કરેલ હોય અને (ડી) મહત્વની હકીકત અને મહત્વની બાબત એટલે અનુક્રમે જે હકીકત કે બાબતથી વીમો ઉતારનારે તે જોખમ ખેડવુ કે નહિ અને ખેડવું તો પ્રીમિયમ કેટલુ રાખવું અને કઇ શરતો રાખવી તેનો નિણૅય કરવામાં સમજદાર વીમો ઊતારનારના નિણૅયને અસર થાય તે પ્રકારની હકીકત કે બાબત ((નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૦ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))