વીમો ઉતરાવનાર નાદાર થાય ત્યારે વીમો ઉતારનાર સામે ત્રીજા પક્ષના હકો - કલમ:૧૫૧

વીમો ઉતરાવનાર નાદાર થાય ત્યારે વીમો ઉતારનાર સામે ત્રીજા પક્ષના હકો

(૧) આ પ્રકરણની જોગવાઇઓ અનુસાર કરેલા વીમાના કોઇ કરાર હેઠળ કોઇ વ્યકિતની ત્રીજા પક્ષકાર પરત્વે ઊભી થનાર જવાબદારીઓ અંગે તે વ્યકિતનો વીમો ઉતારવામાં આવ્યો હોય ત્યારે (એ) તેવી વ્યકિત નાદાર થાય અથવા તેના લેણદારો સાથે કોઇ પતાવટ કે ગોઠવણ કરે ત્યારે અથવા (બી) વીમો ઉતારવનાર કોઇ કંપની હોય ત્યારે તે કંપનીના સબંધમાં તે કંપનીને આટોપી લેવાનો કોઇ હુકમ કરવામાં આવે અથવા તે કંપની પોતાની રાજીખુશીથી આટોપી લેવાનો માટેનો ઠરાવ પસાર કરે ત્યારે અથવા તે કંપનીના કામકાજ કે અન્ડરટેકિંગ માટે કોઇ રીસીવર કે મેનેજર વિધિસર રીતે નીમવામાં આવે ત્યારે અથવા બોજામાં આવી જતી અથવા તેને પાત્ર હોય તેવી મિલ્કતો તરત બોજાથી જામીનગીરી અપાયેલ હોય તેવાકોઇ ડિબેન્ચરો ધરાવનાર કે તેમની વતી કોઇ કબજો લે તયારે

જો તેવા પ્રસંગ પહેલા અથવા તે પછી તે વીમો ઊતરાવનારની એવી કોઇપણ જવાબદારી ઊભી થાય તો તે જવાબદારી સબંધમાં કરેલા કરાર હેઠળના વીમો ઉતારનાર સામેના તેના હકકો કાયદાની કોઇ જોગવાઇમાં વિરૂધ્ધમાં ગમે તે મજકૂર હોય તે છતા જેના પ્રત્યે તેની તે જવાબદારીએ રીતે ઊભી થયેલ હોય તે ત્રીજા પક્ષને તબદીલ થશે અને તેનામાં નિહિત થશે.

(૨) મરહુમ દેણદારની એસ્ટેટનો વહીવટ કરવા માટે નાદારીના કાયદા અનુસાર કોઇ હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે આ પ્રકરણની જોગવાઇ અનુસાર કરેલા કોઇ વીમાના કરાર હેઠળ જે ત્રીજા પક્ષ સામે તેવો વીમો ઉતારવામાં આવ્યો હોય તે બીજા પક્ષ પ્રત્યે ની કોઇ જવાબદારી સંબંધમાં તે મરહુમ દેણદારના તે વીમો ઉતારનાર સામેના હકકો કાયદાની જોગવાઇમાં વિરૂધ્ધનો ગમે તે મજકૂર હોય તે છતા તે દાવાનો લેણદાર હોય તે વ્યકિતને તબદીલ થશે અને તેમા નિહિત થશે.

(૩) પેટા કલમ (૧)ના ખંડ (એ) કે ખંડ (બી)માં જણાવેલા પ્રસંગો કોઇ વીમો ઉતરાવનાર વ્યકિતના સબંધમાં ઊભા થાય ત્યારે અથવા નાદારીના કાયદા હેઠળ મરહુમ દેણદારની એસ્ટેટનો વહીવટ કરવાનો હુકમ કરવામાં આવે ત્યારે સીધી કે આડકતરી રીતે પોલિસી ફોક કરવા માંગતી અથવા તેની હેઠળના પક્ષકારોના હકોમાં ફેરફાર કરવા માગતી હોવાનું અભિપ્રેત હોય તેવી આ પ્રકરણના હેતુઓ માટે આપેલી પોલિસીમાંની કોઇપણ શરત અસરકતા । થશે નહિ,

(૪) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ તબદીલી થયે વીમો ઉતરાવનાર સબંધમાં વીમો ઉતારનારની જે જવાબદારી થાય તે જ જવાબદારી ત્રીજા પક્ષના સબંધમાં તેની રહેશે પરંતુ

(એ) વીમો ઉતારનારની વીમો ઉતરાવનાર પ્રત્યેની જવાબદારી વીમો ઉતરાવનારની ત્રીજા પક્ષના પ્રત્યેની જવાબદારી કરતા વધુ હોય તો તે વધારાની જવાબદારી સબંધમાં વીમો ઉતારનાર સામેના તે વીમોઉતરાવનારના હકોને આ પ્રકરણના કોઇ મજકુરથી બાઘ આવશે નહિ અને (બી) વીમો ઉતારનારની વીમો ઉતરાવનાર પ્રત્યેની જવાબદારી વીમો ઉતરાવનારની ત્રીજા પક્ષ પ્રત્યેની જવાબદારીની રકમ કરતા ઓછી હોય તો તે બાકીની જવાબદારી સબંધમાં વીમો ઉતરાવનાર સામેના ત્રીજા પક્ષના હકોને આ પ્રકરણના કોઇ મજકૂરથી બાધ આવશે નહિ. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૧ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))