વીમા સંબંધ ખબર આપવાની ફરજ - કલમ:૧૫૨

વીમા સંબંધ ખબર આપવાની ફરજ

(૧) કલમ ૧૪૭ની પેટા કલમ (૧)ના ખંડ (બી)માં ઉલ્લેખેલી કોઇ જવાબદારી સબંધમાં જેની સામે દાવો કરવામાં આવે તે વ્યકિતની દાવો કરનાર વ્યકિતએ કે તેના વતી માંગણી કયૅ સદરહુ જવાબદારીના સબંધમાં આ પ્રકરણની જોગવાઇઓ હેઠળ અપાયેલ પોલિસીથી તેનો વીમો ઉતારવાના સબંધમાં આ પ્રકરણની જોગવાઇઓ હેઠળ અપાયેલ પોલિસીથી તેનો વીમો ઉતારવામાં આવ્યો છે કે નહિ અથવા જે વીમો ઉતારનારે તે પોલિસી નકારી કે રદ કરી ન હોત તો તેનો તે રીતે વીમો ઉતાય । હોત કે કેમ તે જણાવવાની ના પાડી શકશે નહિ તેમજ એ રીતે તેનો વીમો ઉતારવામાં આવ્યો હતો તો તેનાથી સદરહુ પોલિસી સબંધમાં અપાયેલ વીમાના પ્રકરમાં જણાવેલી હોય તેવી તે પોલિસીને લગતી વિગતો આપવાની ના પાડી શકશે નહિ.

(૨) કોઇ વ્યકિત નાદાર થાય અથવા લેણદારો સાથે પતાવટ કે ગોઠવણ કરે ત્યારે અથવા મરહુક વ્યકિતની એસ્ટેટનો વહીવટ કરવા માટે નાદારીના કાયદા અનુસાર કોઇ હુકમ કરવામાં આવે ત્યારે અથવા કોઇ કંપની આટોપી લેવાનો હુકમ કરવામાં આવે ત્યારે અથવા કોઇ કંપની પોતાની રાજીખુશીથી આટોપી લેવા માટેનો ઠરાવ પસાર કરે ત્યારે અથવા તે કંપનીના કામકાજ કે અન્ડરટેકિંગ માટે કોઇ રિસીવર કે મેનેજર વિધિસર નીમવામાં આવે ત્યારે અથવા બોજામાં આવી જતી અથવા તેને પાત્ર હોય તેવી કોઇ મિલકતનો તરતા બોજાથી જામીનગીરી અપાયેલ હોય તેવા કોઇ ડિબેન્ચરો ધરાવનારાઓ કે તેમના વતી કોઇ કબજો લે ત્યારે સદરહુ નાદાર લેણદાર મરહુમ લેણદાર કે કંપની પોતાના તરફથી આ પ્રકરણની જોગવાઇઓમાં ૧૫૦થી તેને કોઇ હક તબદીલ કરવામાં આવ્યો અને તેનામાં નિહિત થાય છે કે કેમ તે નકકી કરવા માટે અને એવા કોઇ હકો હોય તો તેનો અમલ કરવા તેને વાજબી રીતે જોઇએ એવી માહિતી આપવાની યથાપ્રસંગ નાદાર લેણદારની મરહુમ દેણદારના અંગત પ્રતિનિધિની કે કંપનીની ક ઓફિશિયલ એસાઇનીની કે નાદારીમાંના રિસીવરની ટ્રસ્ટીની ફરજ રહેશે અને ઉપર જણાવેલા પ્રસંગોએ એવી માહિતી અપાયે સીધી કે આડકતરી રીતે કરાર રદ કરવાનું અથવા તેની હેઠળના પક્ષકારોના હકોમાં ફેરફાર કરવાનું અથવા બીજી રીતે સદરહુ પ્રસંગોએ એ માહિતી આપવાની મનાઇ કરવાનું અથવા અપાતી અટકાવવાનું અભિપ્રેત હોય તેવો વીમાનો કરાર અસરકર્ત થશે નહિ.

(૩) પેટા કલમ (૨) અનુસાર કોઇ વ્યકિતને અપાયેલ માહિતી ઉપરથી કે બીજી કોઇ રીતે તેને એમ ધારવાને કારણ હોય કે આ પ્રકરણ હેઠળ કોઇ ચોકકસ વીમો ઉતારનાર સામે તેને હકો તબદીલ કરવામાં આવ્યા છે અથવા આવ્યા હોવાનો સંભવ છે તો તે વીમો ઉતારનાર સદરહુ પેટા કલમથી તેમા જણાવેલી વ્યકિતઓની જે ફરજ રાખવામાં આવેલ છે તે જ ફરજને પાત્ર થશે.

(૪) આ કલમથી રાખવામાં આવેલી માહિતી આપવાની ફરજમાં જે વ્યકિત ઉપર તે ફરજ એવી રીતે નાંખવામાં આવી હોય તે વ્યકિતના કબજામાંના અથવા અધિકાર હેઠળના તમામ વીમાના કરારો પ્રીમિયમની રસીદો અને બીજા સબંધ ધરાવતા દસ્તાવેજો તપાસવા દેવાની તથા તેમની નકલો કરવા દેવાની ફરજનો સમાવેશ થાય છે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૨ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))