વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર વચ્ચેની પતાવટ - કલમ:૧૫૩

વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર વચ્ચેની પતાવટ

(૧) કલમ ૧૪૭ની પેટા કલમ (૧)ના ખંડ (બી)માં જણાવેલા પ્રકારની કોઇ જવાબદારી સબંધમાં ત્રીજો પક્ષ જે કોઇ દાવ કરી શકે તે દાવાના સબંધમાં કોઇ વીમો ઉતારનારે કરેલી કોઇ પતાવટ એવો ત્રીજો પક્ષ પતાવટમાં હોય તે સિવાય કાયદેસર થશે નહિ.

(૨) દાવા ટ્રીબ્યુનલ સુનિશ્ર્ચિત કરશે કે કરવામાં આવેલી પતાવટ શુધ્ધ બુધ્ધિપૂવૅકની અને કોઇપણ ગેરવ્યાજબી દબાણ વગર કરવામાં આવેલ છે અને વળતરની ચૂકવણી કલમ ૧૬૪ ની પેટા કલમ (૧) માં સંદર્ભે કરાયેલ અનુસૂચિની સુસંગતામાં કરવામાં આવેલ છે.

(૩) આ પ્રકરણના હેતુઓ માટે અપાયેલ કોઇ પોલિસી હેઠળ જેનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે વ્યકિત નાદાર થયેલ હોય અથવા તે રીતે વીમો ઉતરાવનાર વ્યકિત કોઇ કંપની હોય ત્યારે સદરહુ કંપનીના સબંધમાં તેને આટોપી લેવાનો હુકમ કરવામાં આવ્યો હોય અથવા તેને પોતાની રાજીખુશીથી આટોપી લેવાનો હુકમ કરવામાં આવ્યો હોય અથવા તેને પોતાની રાજીખુશીથી આટોપી લેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય ત્યારે ત્રીજા પક્ષકાર પ્રત્યેની જવાબદારી ઊભી થાય પછીની અને યથાપ્રસંગ નાદારી અથવા કંપનીને આટોપી લેવાના આરંભ પછીની વીમો ઉતરાવનારે કરેલ હકત્યાગ નામફેર કે બીજા વ્યવસ્થા અથવા તેને થયેલ બીજી ચૂકવણી આ પ્રકરણ એઠળ ત્રીજા પક્ષને તબદીલ થયેલા હકકો ડુબાડી શકે નહિ પણ એવી કોઇ કબૂલાત હકત્યાગ નામફેર અથવા વ્યવસ્થા કે ચૂકવણી કરવામાં આવી ન હોય તેમ તે હકો તે જ પ્રમાણે રહેશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૩ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))