કલમો ૧૫૧ ૧૫૨ અને ૧૫૩ સબંધમાં અપવાદ - કલમ:૧૫૪

કલમો ૧૫૧ ૧૫૨ અને ૧૫૩ સબંધમાં અપવાદ

(૧) કલમો ૧૫૧ ૧૫૨ અને ૧૫૩ ના હેતુઓ માટે વીમાની કોઇ પોલિસી હેઠળ વીમો ઉતારાયેલ વ્યકિત સબંધમાં ત્રીજા પક્ષ પ્રત્યેની જવાબદારીઓ ના ઉલ્લેખમાં વીમાની બીજી કોઇ પોલિસી હેઠળ વીમો ઉતારનારની હેસિયતથી તે વ્યકિતની કોઇ જવાબદારીના ઉલ્લેખનો સમાવેશ થશે નહિ.

(૨) માત્ર પુનઃ રચનાના અથવા બીજી કંપની સાથેના જોડાણના હેતુઓ માટે કોઇ કંપની રાજીખુશીથી આટોપી લેવામાં આવે ત્યારે કલમો ૧૫૧ ૧૫૨ અને ૧૫૩ ની જોગવાઇઓ લાગુ પડશે. (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૪ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))