
કેટલાક દાવાના કારણો ઉપર મૃત્યુની અસર
ભારતીય વારસા અધિનિયમ ૧૯૨૫ ની કલમ ૩૦૬માં ગમે તે મજકૂર હોય તે છતા જેની તરફેણમાં વીમાનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હોય તે વ્યકિતનું આ પ્રકરણની જોગવાઇઓ હેઠળ કોઇ દાવો ઊભો થાય એવો પ્રસંગ બન્યા પછી મૃત્યુ થાય તો તેનાથી તેની એસ્ટેટ સામેના અથવા વીમો ઉતારનાર સામેના દાવાના કારણને કોઇ બાધ આવશે નહિ. (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૫ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw