
વીમાના પ્રમાણપત્રની અસર
જયારે કોઇ વીમો ઉતારનારે તે વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર વચ્ચેના વીમાના કરાર અંગે વીમાનું પ્રમાણપત્ર આપ્યું હોય ત્યારે
(એ) તે પ્રમાણત્રમાં જણાવેલી પોલિસી વીમો ઉતારનારે વીમો ઉતરાવનારને આપી ન હોય તો અને ત્યાં સુધી તે વીમો ઉતારનારે પોતાને અને વીમો ઉતરાવનાર સિવાયની કોઇ વ્યકિતને સબંધ હોય એટલે અંશે એવા પ્રમાણપત્રમાં જણાવેલા વણૅન અને વિગતોને તમામ બાબતમાં અનુરૂપ એવી વીમાની પોલિસી તે વીમો ઉતરાવનારને આપેલ ગણાશ અને
(બી) વીમો ઉતરાવનારે પ્રમાણપત્રમાં જણાવેલી પોલિસી વીમો ઉતરાવનારને આપી હોય પરંતુ પ્રમાણપત્રમાં જણાવ્યા પ્રમાણેની તે પોલિસીની વિગતો કરતા તે પોલિસીની ખરેખર શરતો તે પોલિસી હેઠળ કે તેની રૂએ વીમો ઉતારનાર સામે સીધી રીતે અથવા વીમો ઉતરાવનાર અને વીમા ઉતરાવનાર સિવાયની વ્યકિતને સબંધ હોય એટલે અંશે સદરહુ પ્રમાણપત્રમાં જણાવ્યા પ્રમાણેની વિગતો સાથે તમામ બાબતમાં અનુરૂપ હોય તેવી શરતો પ્રમાણેની ગણાશે.
(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૬ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw