વીમાના પ્રમાણપત્રના તબદીલ કરવા બાબત - કલમ:૧૫૭

વીમાના પ્રમાણપત્રના તબદીલ કરવા બાબત

(૧) આ પ્રકરણની જોગવાઇઓ મુજબ જેની તરફેણમાં વીમાંનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હોય તે વ્યકિત જેના માટે આવો વીમો લેવામાં આવ્યો હોય તે મોટર વાહનની માલિકી તેને લગતી વીમાની પોલિસી સાથે અન્ય વ્યકિતને તબદીલ કરવા ધારે ત્યારે વીમાનું પ્રમાણપત્ર અને પ્રમાણપત્રમાં વણૅવેલી પોલિસી જે વ્યકિતને મોટર વાહન તબદીલ કરવામાં આવ્યુ હોય તે વ્યકિતની તરફેણમાં તેની તબદીલીની તારીખથી અમલમાં આવે તે રીતે નામફેર થયેલ ગણાશે.

સ્પષ્ટીકરણ:- કોઇપણ ગેર સમજૂતી કે શંકાના નિવારણ માટે અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવી માનેલી તબદીલીમાં વીમાના પ્રમાણપત્રની તથા વીમાના પોલિસીના અધિકારો અને જવાબદારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(૨) તબદીલીથી લેનારે તબદીલીની તારીખથી ચૌદ દિવસની અંદર વિમાના પ્રમાણપત્રમાં અને પ્રમાણપત્રમાં વણૅવેલી પોલિસીમાં તબદીલીની હકીકત સબંધી જરૂરી ફેરફાર કરવા માટે વીમો ઉતારનારને ઠરાવેલા નમૂનામાં અરજી કરવી જોઇશે અને વીમો ઉતારનારે વીમાની તબદીલી સબંધી વીમાના પ્રમાણપત્ર અને પોલિસીમાં જરૂરી ફેરફાર કરવો જોઇશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૭ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))