અમુક કિસ્સાઓમાં અમુક પ્રમાણ પત્રો લાયસન્સ અને પરમિટ રજૂ કરવામાં બાબત - કલમ:૧૫૮

અમુક કિસ્સાઓમાં અમુક પ્રમાણ પત્રો લાયસન્સ અને પરમિટ રજૂ કરવામાં બાબત

(૧) રાજય સરકારે આ અથૅ અધિકૃત કરેલ ગણવેશ પહેરલો પોલીસ અધિકારી તેમ કરવા જણાવે ત્યારે જાહેર સ્થળમાં મોટર વાહન ચલાવનારે તે વાહન ચલાવનારે તે વાહનના ઉપયોગને સબંધકર્તં ।

(એ) વીમા પ્રમાણપત્ર

(બી) નોંધણી પ્રમાણપત્ર (સી) પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર

(ડી) ડ્રાઇવીંગ લાઇસન્સ

(ઇ) પરિવહન વાહનના કેસમાં કલમ ૫૬માં ઉલ્લેખિત યોગ્યતા પ્રમાણપત્ર અને પરમિટ અને (એફ) આ અધિનિયમ હેઠળ આપવામાં આવેલ કોઇ અપવાદનુ પ્રમાણપત્ર અથવા અધિકૃતતા

(૨) જયારે જાહેર જગામાંના મોટર વાહનને લીધે અન્ય વ્યકિતને શારીરિક ઇજા કરતો અકસ્માત થાય કે મૃત્યુ નીપજયું ત્યારે તે વાહનનો ડ્રાઇવર તે વખતે કોઇ પોલીસ અધિકારી સમક્ષ વીમાનું પ્રમાણપત્ર ડ્રાઇવીંગ લાઇસન્સ કે પરમિટ પેટા કલમ (૧) હેઠળ રજૂ ન કરે તો તેણે તે વીમાનુ પ્રમાણપત્ર જે પોલીસ સ્ટેશન ઉપર કલમ ૧૩૪ પ્રમાણે કરવાનો થતો રિપોટૅ તે કરે તે પોલીસ સ્ટેશન ઉપર વીમા પ્રમાણપત્ર લાઇસન્સ અને પરમિટ રજૂ કરવુ જોઇશે.

(૩) યથાપ્રસંગ જે તારીખે પેટા કલમ (૧) ને પેટા કલમ (૨) હેઠળ વીમાનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી હોય તે તારીખથી અથવા અકસ્માત થયાની તારીખથી સાત દિવસની અંદર જો કોઇ વ્યકિત યથાપ્રસંગ તે પ્રમાણપત્ર રજૂ કરવાનું જણાવેલ હોય તે પોલીસ અધિકારીને તેણે નિર્દિષ્ટ કરેલ હોય તે પોલીસ સ્ટેશન અથવા અકસ્માત થયાના સ્થળે હોય તે પોલીસ અધીકારીને અથવા તેણે અકસ્માત થયાની જાણ કરી હોય તે પોલીસ સ્ટેશન ઇન્ચાજૅ અધિકારીને તે પ્રમાણપત્ર રજૂ કરે તો તે વીમનુ પ્રમાણપત્ર રજૂ ન કરવાના કારણસર જે તે વ્યકિત પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ સજાને પાત્ર થશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે ઠરાવવામાં આવે તેટલે અંશે અને તેવા ફેરફાર સહિત હોય તે સિવાય આ

પેટા કલમની જોગવાઇઓ હેરફેરના વાહનના ડ્રાઇવરને લાગુ પડશે નહિ. (૪) કોઇ વાહન કલમ ૧૪૬નું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવતું હતુ કે નહિ તે નકકી કરવાના હેતુ માટે અને ડ્રાઇવરે આ કલમ હેઠળ તેનુ વીમાનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી હોય તેવા કોઇ પ્રસંગે રાજય સરકારે આ અથૅ અધિકાર આપ્યો હોય તેવો કોઇ પોલીસ અધીકારી પોતે કે તેના વતી કોઇ મોટર વાહનના માલિક પાસે જે માહિતી માંગે તે માહિતી તેણે આપવી જોઇશે. (૫) આ કલમમાં તેનું વીમાનુ પ્રમાણપત્ર રજૂ કરવુ એટલે વીમાનું પ્રસ્તુત પ્રમાણપત્ર અથવા કલમ ૧૪૬નું ઉલ્લંઘન કરીને તે વાહન ચલાવવામાં આવતુ ન હતું તેનો ઠરાવવામાં આવે તેવો બીજો પુરાવો તપાસ માટે રજૂ કરવો.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૮ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))