અકસ્માત થયેલ વાહનને લગતી વિગતો પૂરી પાડવાની ફરજ
મોટર વાહન વાપરવાથી થયેલા અકસ્માતના સબંધમાં વળતર માગવાનો પોતાનો હક હોવાનો દાવો કરનાર વ્યકિત અથવા જેની સામે મોટર વાહન અંગે દાવો કરવામાં આવ્યો હોય તે વીમો ઉતારનાર જણાવે તો નોંધણી અધિકારીએ અથવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ યથાપ્રસંગ તે વ્યકિત કે વીમો ઉતારનારને ઠરાવેલી ફી ભયૅ વાહનની ઓળખને લગતી નિશાનીઓ અને બીજી કોઇ વિગતો અને અકસ્માત વખતે વાહન ચલાવી રહેલ વ્યકિતના અથવા વાહનથી ઇજા પામનાર વ્યકિતના નામ તથા સરનામાં અને મિલકત હોય તો તેને કંઇ નુકશાન થયુ હોય તેના સબંધમાં કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમૂનામાં અને તેટલા સમયની અંદર સદરહુ અધિકારી કે પોલીસ અધિકારી પાસે જે કંઇ માહિતી હોય તે આપવી જોઇશે.
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૬૦ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw