મોટર અકસ્માત કરીને ભાગી જવાના કેસમાં વળતર સબંધી ખાસ જોગવાઇ
(૧) તત્પુરતા સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદામાં અથવા કાયદાથી અમલમાં હોય તેવા કોઇ પત્રમાં કશું પણ આપવામાં આવેલ હોય તેમ છતા ભારતની સમાન્ય વીમા કાઉન્સીલે જેની સ્થાપના કહેવાયેલા કાયદાની કલમ ૯ હેઠળ ભારતમાં સામાન્ય વીમનું કામકાજ કરવા માટે કરાઇ હોય તે અધિનિયમ અને તે હેઠળની બનાવેલી સ્કીમોની જોગવાઇઓની સુસંગતામાં પેટા કલમ (૩) હેઠળ મોટર અકસ્માત કરીને ભાગી જવાને પરીણામે વ્યકિતના મૃત્યુ અથવા ગંભીર ઇજાના સબંધમાં વળતર આપવા માટે જોગવાઇ કરવી જોઇશે.
(૨) આ અધિનિયમની અને તે હેઠળ બનાવેલી સ્કીમોની જોગવાઇઓને આધીન પેટા કલમ (૩) હેઠળ વળતર તરીકે ચૂકવણી કરવામાં આવશે (એ) મોટર અકસ્માત કરીને ભાગી જવાના પરિણામે કોઇ વ્યકિતનું મૃતયુ નીપજેલ હોય તેના સબંધમાં રૂપિયા બે લાખ અથવા કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તેવી વધુ રકમ
(બી) મોટર અકસ્માત કરીને ભાગી જવાના પરિણામે કોઇ ગંભીર ઇજા થવાના સબંધમાં રૂપિયા પચાસ હજાર અથવા કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તેવી વધુ રકમ
(૩) કેન્દ્ર સરકાર સરકારી રાજયપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને સ્કીમ બનાવશે કેન્દ્ર સરકાર અથવા સામાન્ય વીમા કાઉન્સીલ દ્રારા કઇ રીતે સ્કીમનુ સંચાલન કરશે તે નિર્દિષ્ટ કરશે કેવા નમૂનામાં અને કેટલા સમયમાં વળતર માટેની અરજી કરવી આવી અરજી કયા અધિકારીને અથવા સતામંડળને કરવી આવા અધિકારી અથવા સતામંડળ દ્રારા આવી અરજી ધ્યાને લેવાના અને હુકમો કરવા માટે અનુસરવાની થતી કાયૅરીતિઓ અને તેની સાથે સબંધિત અથવા અનુષંગિક તમામ બાબતો સ્કીમના સંચાલન અને આ કલમ હેઠળ વળતરની ચુકવણી કરવાનું નિર્દિષ્ટ કરશે.
(૪) પેટા કલમ (૩) હેઠળ બનાવેલી યોજનાની જોગવાઇ કરશે કે (એ) આ સ્કીમ હેઠળ કોઇપણ દાવેદારને કેન્દ્ર સરકારે વચગાળાની રાહત તરીકે નિર્દિષ્ટ કરેલી રકમનુ ચુંકવણુ કરવામાં આવશે. (બી) તેની કોઇપણ જોગવાઇનુ ઉલ્લંઘન માટે બે વષૅ સુધી વધી શકે તેવી કેદ અથવા રૂપિયા પચીસ હજારથી ઓછા ના હોય પરંતુ રૂપિયા પાંચ લાભ સુધી વધી શકે તેવા દંડ અથવા બંને શિક્ષા કરાશે.
(સી) આવી સ્કીમથી કોઇ અધિકારી અથવા સતામંડળને આપવામાં આવેલી સતાઓ કાયૅ અથવા સોંપવામાં આવેલી અથવા લાદવામાં આવેલી ફરજો કેન્દ્ર સરકારની યોગ્ય લેખિત મંજૂરીથી આવા અધિકારી અથવા સતામંડળ દ્રારા અન્ય કોઇ અધિકારી અથવા સતામંડળ દ્રારા અનય કોઇ અધિકારી અથવા સતામંડળને સોંપી શકાશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૬૦ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw