સોનેરી કલાક માટેની સ્કીમ - કલમ:૧૬૨

સોનેરી કલાક માટેની સ્કીમ

(૧) સામાન્ય વીમા વળતર (રાષ્ટ્રીકરણ) અધિનિયમ ૧૯૭૨ અથવા તત્પુરતા સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદા અથવા કાયદાથી બળ પ્રાપ્ત કરતું હોય તેવા પત્રમાં કશું પણ આવેલુ હોય તેમ છતા ભારતમાં તત્પુરતા સમયે ભારતમાં સામાન્ય વીમાનું કામકાજ કરતી વીમા કંપનીઓ આ અધિનિયમની અને પેટા કલમ (૨) હેઠળ બનાવેલી યોજનાની સુસંગતામાં માગૅ અકસ્માતના પીડિતોની સોનેરી કલાકમાં સારવાર માટે જોગવાઇ કરશે.

(૨) કેન્દ્ર સરકાર અકસ્માતના પીડિતોની સોનેરી કલાકમાં નાણા વિહિન સારવાર માટે સ્કીમ બનાવશે અને આવી સ્કીમમાં આવી સારવાર માટે ભંડોળની રચના કરવાની જોગવાઇ સમાવવામાં આવશે.