કલમ ૧૬૧ હેઠળ આપેલ વળતરના અમુક કિસ્સાઓમાં રીફંડ આપવા બાબત - કલમ:૧૬૩

કલમ ૧૬૧ હેઠળ આપેલ વળતરના અમુક કિસ્સાઓમાં રીફંડ આપવા બાબત

(૧) કલમ ૧૬૧ હેઠળ કોઇ વ્યકિતનું મૃત્યુ થાય અથવા ગંભીર ઇજા થાય તે સંબંધી વળતરની ચૂકવણી એવી શરતને આધીન રહેશે કે આ અધિનિયમની અથવા બીજા કોઇ કાયદાની બીજી કોઇપણ જોગવાઇઓ હેઠળ અથવા અન્યથા વળતર માટેની દાવાની વસૂલાતના બદલામાં અથવા તે પેટે કોઇ વળતર (જેનો આ પેટા કલમમાં હોય પછી બીજા વળતર તરીકે ઉલ્લેખ કર્યો છે તે) અથવા બીજી રકમ આપવામાં આવી હોય અથવા ભરવામાં આવી હોય તો ઉપયુકત બીજા વળતર અથવા બીજી રકમ જે કલમ ૧૬૧ હેઠળ આપેલ વળતર જેટલી જ હોય તેટલી રકમ વીમો ઉતારનારને રીફંડ કરવી જોઇશે.

(૨) આ અધિનિયમની (કલમ ૧૬૧સિવાયની) કોઇપણ જોગવાઇ હેઠળ અથવા બીજા કોઇપણ કાયદા હેઠળ મોટર વાહન અથવા મોટર વાહનોના ઉપયોગથી થયેલ કોઇપણ વ્યકિનું મૃત્યુ થાય અથવા શારીરિક ઇજા થાય તેવા અકસમાતના સબંધમાં વળતર ચૂકવતા પહેલા આવું વળતર ચૂકવતા ટ્રિબ્યુનલનો કોર્ટે અથવા બીજા સતામંડળે આવા મૃત્યુ આવા શારીરિક ઇજાના સંબંધમાં કલમ ૧૬૧ હેઠળ અગાઉ વળતર આપવામાં આવ્યુ છે કે કેમ અને તે કલમ હેઠળ વળતરની ચૂકવણી માટેની અરજીના નિકાલ બાકી છે કે તેની ખબર કરવી જોઇશે અને આવા ટ્રિબ્યુનલે કોર્ટ અથવા બીજા સતામંડળે

(એ) કલમ ૧૬૧ હેઠળ અગાઉ વળતર આપવામાં આવ્યુ છે તો તેણે અપાયેલ વળતર આપવાને જવાબદાર વ્યકિતને પેટા કલમ (૧) ની જોગવાઇઓને અનુસાર રીફંડ કરવાનુ ફરમાવ્યુ હોય તેટલી રકમ વીમો ઉતારનારને પરત કરવાનો આદેશ કરવો જોઇશે.

(બી) કલમ ૧૬૧ હેઠળ વળતર ચુકવવા માટેની અરજી નિકાલ બાકી છે તો પોતે આપવાના વળતર સંબંધી વીગતો વીમો ઉતારનારને મોકલી આપવી જોઇએ.

સ્પષ્ટીકરણ:- આ પેટા કલમના હેતુઓ માટે કલમ ૧૬૧ હેઠળ વળતર માટેની અરજી (૧) જો આવી અરજી નામંજૂર કરવામાં આવી હોય તો તે અરજી મંજૂર કયૅ ની તારીખ સુધી અને (૨) બીજા કોઇ કિસ્સામાં અરજી અનુસાર વળતરની ચુકવણીની તારીખ સુધી નિકાલ બાકી હોવાનું ગણાશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૬૩ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))