નકકી કરેલ સૂત્રોના આધારે વળતરની જોગવાઇ કરવાની ખાસ જોગવાઇ - કલમ:૧૬૪

નકકી કરેલ સૂત્રોના આધારે વળતરની જોગવાઇ કરવાની ખાસ જોગવાઇ

(૧) આ કાયદાની જોગવાઇઓમાં અથવા તત્પુરતા સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ અથવા કાયદાથી બળ પ્રાપ્ત થયેલ હોય તેવા કોઇપણ પત્રમાં કશું ૫ આપેલુ હોય તેમ છતા મોટર વાહનથી થયેલા અકસ્માતના કારણે થયેલ મૃત્યુ અથવા ગંભીર ઇજાના પ્રસંગમાં પીડિત અથવા તેના કાયદેસરના વારસોને યથાપ્રસંગ મૃત્યુના કિસ્સાઓમાં રૂપિયા પાંચ લાખ અથવા ગંભીર ઇજાના કેસમાં રૂપિયા બે લાખ પચાસ હજાર વળતરની ચૂકવણી કરવાની રહેશે.

(૨) પેટા કલમ (૧) હેઠળનો કોઇપણ વળતર દાવેદારને કરેલા દાવામાં નીપજેલ મૃતયુ અથવા ગંભીર ઇજા જેના માટે દાવો કરવામાં આવેલ હોય તે વાહનના માલિક અથવા સંબંધિત વાહન અથવા અન્ય કોઇ વ્યકિતની ખોટા કૃતય અથવા નિષ્કાળજી અથવા કસૂરના કારણે થયું હતું તેવું પ્રસ્થાપિત કરવાની અથવા દલીલ કરવાની આવશ્યકતા નથી.

(૩) જયારે મોટર વાહનના ઉપયોગના કારણે થયેલા અકસ્માતથી થયેલા મૃત્યુ અથવા ગંભીર ઇજાના સબંધમાં તત્પુરતા સમયે અમલમાં હોય તેવા અનય કોઇ કાયદા હેઠળ વળતરની ચુકવણી કરવામાં આવેલ હોય તો તેવા વળતરની રકમ આ કલમ હેઠળ ચુકવણીપાત્ર થતા વળતરની રકમમાંથી

ઘટાડવામાં આવશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૬૪ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))