કલેઇમ ટ્રિબ્યુનલ - કલમ:૧૬૫

કલેઇમ ટ્રિબ્યુનલ

(૧) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી મોટર વાહનના ઉપયોગતી વ્યકિતઓના મૃત્યુ થાય અથવા તેમને શારીરિક ઇજા થાય તેવા અકસ્માતનોના સંબંધમાં અથવા તેવી રીતે ત્રીજા પક્ષની કોઇ મિલકતને નુકશાન થાય તેના સંબંધમાં અથવા એ બન્નેના સંબંધમાં વળતર માટેના દાવાઓના ન્યાય નિણૅય માટે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે વિસ્તાર માટે એક કે તેથી વધુ મોટર એકસીડ્રટ કલેઇમ ટ્રિબ્યુનલો (જેનો આમા હવે પછી કલેઇમ ટ્રિબ્યુનલો તરીકે ઉલ્લેખ કર્યો છે તે) રચી શકાશે.

સ્પષ્ટીકરણઃ- શંકા નિવારણ માટે આથી એવુ જાહેર કરવામાં આવે છે કે મોટર વાહનના ઉપયોગથી વ્યકિતનાં મૃત્યુ થાય અથવા તેમને શારરિક ઇજા થાય તેવા અકસ્માતોના સબંધમાં વળતર માટેના દાવા એ શબ્દપ્રયોગમાં કલમ ૧૪૦ (અને ૧૬૩-(એ)) હેઠળના વળતર દાવાનો સમાવેશ થાય છે,

(૨) કળેઈમ ટ્રિબ્યુનલ રાજય સરકારને નીમવાનું યોગ્ય લાગે તેટલા સભ્યોની ખાશે અને તે બે કે તેથી વધારે સભ્યોની બનેલી હોય ત્યારે તેમાંના એક સભ્યને તેના અધ્યક્ષ તરીકે નીમવામાં આવશે.

(૩) નીચેના કોઇ પ્રકારનાં ન આવનાર વ્યકિત કલેઇમ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિમાવાને લાયક ઠરશે નહિ.

(એ) હાઇકોટૅના ચાલુ કે માજી જજ અથવા (બી) ચાલુ કે માજી ડિસ્ટ્રિકસ જજ અથવા

(સી) હાઇકોટૅના જજ અથવા (ડિસ્ટ્રિકટ જજ) તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર

(૪) કોઇ વિસ્તાર માટે બે કે તેથી વધારે કોઇમ ટ્રિબ્યુનલો રચવામાં આવી હોય ત્યારે રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમ કરીને તેઓ વચ્ચે કામકાજની વહેંચણીનું નિયમન કરી શકશે.