વળતર માટેની અરજી - કલમ:૧૬૬

વળતર માટેની અરજી

(૧) કલમ ૧૬૫ની પેટાકલમ (૧)માં નિર્દિષ્ટ કરેલા પ્રકારના અકસ્માતના કારણે ઉપસ્થિત થતા વળતર માટેની

અરજી નીચે જણાવેલ વ્યકિત કરી શકશે (એ) ઇજા પામનાર વ્યકિત અથવા

(બી) મિલકતના માલિક અથવા

(સી) અકસ્માતને પરિણામે મૃત્યુ થયું હોય ત્યારે મરહૂમના તમામ કે કોઇ કાયદેસર પ્રતિનિધિ અથવા (ડી) યથાપ્રસંગ ઇજા પામનાર વ્યકિતએ અથવા મરહૂમના તમામ કે કોઇ કાયદેસર પ્રતિનિધિએ વિધિસર અધિકૃત કરેલ કોઇ એજન્ટ પરંતુ મરહૂમ ના તમામ કાયદેસર પ્રતિનિધિઓ વળતર માટેની આવી કોઇ અરજીમાં સામેલ થયા ન હોય ત્યારે મરહ્મના તમામ કાયદેસર પ્રતિનિધિઓ વતી કે તેમના લાભાથૅ અરજી કરવી જોઇશે અને તે રીતે સામેલ ન થયા હોય તે કાયદેસર પ્રતિનિધિઓને પ્રતિવિવાદીઓ તરીકે જોડવા જોઇશે, એવી જોગવાઇ કરવામાં આવી છે કે જયાં કોઇ વ્યકિત કલમ ૧૬૪ હેઠળ કલમ ૧૪૯ હેઠળ જોગવાઇ કરવામાં આવેલ પ્રક્રિયા અનુસરીને વળતર સ્વીકારે તો તેઓની કલેઇમ્સ ટ્રીબ્યુનલ સમક્ષની અરજી રદ થઇ જશે. કરવામાં આવેલ હોય વ્યકિતનું મૃત્યુ થતા તેના કાયદેસરના પ્રતિનિધિમાં અસ્તિત્વ ધરાવશે પછી મૃત્યુને કારણે થયેલી ઇજા સાથે સબંધિત હોય અથવા ના હોય તે અસંબંધિત છે.

(૨) પેટાકલમ (૧) હેઠળ દરેક અરજી અકસ્માત થયો હોય તે વિસ્તાર ઉપર હકૂમત ધરાવતી કલેઇમ ટ્રિબ્યુનલને કરવી જોઇશે અથવા તો વ્યવસાય કરતો હોય અથવા તો ઇજા પામનાર વ્યકિત નિવાસ કરતા હોય અને ઠરાવવામાં આવે તે નમૂનામાં અને તેવી વિગતો સાથે તે હોવી જોઇશે

પરંતુ એવી જોગવાઇ કરવામાં આવે છે કે જયારે કલમ ૧૪૦ અન્વયે વળતરનો દાવો માંડવામાં આવ્યો ન હોય ત્યારે એવી અરજીમાં એવું દર્શાવતું અરજદારની સહી સાથેનુ તુરતનુ અલગ નિવેદન હોવુ જોઇશે. (૩) વળતર માટેની અરજી સાંભળવામાં નહિ આવે સિવાય કે તે અકસ્માત થયાના છ મહિનાની અંદર

(૪) કલમ – ૧૫૯ અન્વયે કલેઇમ ટ્રીબ્યુનલને મળેલો અકસ્માત અંગેનો કોઇપણ રિપોર્ટે આ અધિનિયમ અન્વયે વળતર માટેની અરજી ગણાશે.

(૫) આ અધિનયમમાં અથવા તત્પુરતા સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદામાં કાંઇપણ આપેલુ હોય તેમ છતા અકસમાતમાં થયેલી ઇજા માટે વળતરની માંગણી કરવાનો વ્યકિતનો અધિકાર ઘવાયેલી

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૬૬ ની પેટા કલમ (૧)ના પેટા ખંડ(ડી) પછી નવી જોગવાઇ અને પેટા કલમ (૫) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))