કેટલાક કિસ્સાઓમાં વળતર માટેના દાવા માટે વિકલ્પ - કલમ:૧૬૭

કેટલાક કિસ્સાઓમાં વળતર માટેના દાવા માટે વિકલ્પ

કામદાર વળતર અધિનિયમ ૧૯૨૩ માં ગમે તે મજકૂર હોય તે છતા કોઇ વ્યકિતનું મૃત્યુ થવાથી અથવા તેને શારીરિક ઇજા થવાથી આ અધિનિયમ હેઠળ અને કામદાર વળતર અધિનિયમ ૧૯૨૩ હેઠળ વળતર માટેનો દાવો ઉપસ્થિત થાય ત્યારે વળતર માટે હકદાર વ્યકિત બન્ને અધિનિયમો હેઠળ નહિ પણ તે બેમાંથી કોઇ પણ એક અધિનિયમ હેઠળ આવા વળતર માટે દાવો કરી શકશે.