
કલેઇમ ટ્રિબ્યુનલનો ચુકાદો
કલમ ૧૬૬ હેઠળ કરેલી વળતર માટેની અરજી મળે એટલે કલેઇમ ટ્રીબ્યુનલ વીમો ઉતારનારને અરજીની નોટીશ આપ્યા પછી અને (વીમાં ઉતારનાર સહિત) પક્ષકારોને સુનાવણીની તક આપ્યા પછી દાવાની અથવા પ્રસંગ પ્રમાણે દાવાઓ પૈકી દરેક દાવાની તપાસ કરશે અને કલમ ૧૬૨ની જોગવાઇઓને આધીન રહીને તેને ન્યાયયુકત જણાય તેટલી વળતરની રકમ નકકી કરી તથા જેને વળતર આપવાનુ થતું હોય તે વ્યકિત કે વ્યક્તિઓ નિર્દિષ્ટ કરી ચુકાઇ આપશે અને તે ચુકાદામાં કલેઇમ ટ્રિબ્યુનલે યથાપ્રસંગ વીમો ઉતારનારે અથવા અકસ્માત કરનાર વાહનના માલિકે અથવા ડ્રાઇવરે અથવા તે તમામે કે તેમાના કોઇ એક આપવાની રકમ જણાવી જોઇશે
પરંતુ કોઇપણ વ્યકિતના મૃત્યુ અથવા કાયમી અશકતતા સંબંધમાં કલમ ૧૪૦ હેઠળ વળતર માટેના દાવા માટે આવી અરજી કરી હોય ત્યારે આવા મૃત્યુ અથવા કાયમી અશકતતાના સબંધમાં વળતર માટે આવા દાવા અને બીજો કોઇપણ દાવાનો (એવી અરજીમાં અથવા અન્યથા કરવામાં આવ્યો હોય કે કરવામાં આવ્યો ન હોય) પ્રકરણ-૧૦ની જોગવાઇ અનુસાર નીકાલ કરવો જોઇશે.
(૨) કલેઈમ ટ્રિબ્યુનલે જલદી અને કોઇપણ સંજોગોમાં ચુકાદાની તારીખથી પંદર દિવસની મુદતની અંદર સંબંધિત પક્ષકારોને ચુકાદાની નકલો આપવાની ગોઠવણ કરવી જોઇશે
(૩) આ કલમ હેઠળ ચુકાદામાં આપવામાં આવ્યો હોય ત્યારે આવા ચુકાદાની શરતો મુજબ કોઇ રકમ આપવાનું ફરમાવ્યું હોય તે વ્યકિતએ કલેઇમ ટ્રિબ્યુનલ ચુકાદાની ઘોષણા કરે તે તારીખથી ત્રીસ દિવસની અંદર કલેઇમ ટ્રિબ્યુનલ આદેશ કરે તેવી રીતે ચુકાદા આપેલ સમગ્ર રકમ જમા કરાવવી જોઇશે.
Copyright©2023 - HelpLaw