કલેઇમ ટ્રીબ્યુનલની કાર્યરીતિ અને સતાઓ
(૧)કલમ ૧૬૮ હેઠળ કોઇ તપાસ કરવામાં કલેઇમ ટ્રિબ્યુનલ આ અથૅ કરવામાં આવે તેવા કોઇ નિયમોને આધીન રહીને પોતાને યોગ્ય લાગે તેવી સંક્ષિપ્ત કાર્યરીતિને અનુસરી શકશે.
(૨)કલેઇમ ટ્રીબ્યુનલને સોગંદ ઉપર પુરાવો લેવાના અને સાક્ષીઓને હાજર થવાની ફરજ પાડવાના અને દસ્તાવેજો અને મહત્વની વસ્તુઓ શોધી પ્રગટ અને રજૂ કરવાની ફરજ પાડવાના હેતુ માટે ઠરાવવામાં આવે તેવા બીજા હેતુઓ માટે દીવાની કોટૅની તમામ સનાઓ રહેશે અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૯૫ અને પ્રકરણ-૨૫ના તમામ હેતુઓ માટે કલેઇમ ટ્રીબ્યુનલ દીવાની કોર્ટ ગણાશે.
(૩)આ અર્થે કરવામાં આવે તે કોઇ નિયમોને આધીન રહીને કલેઇમ ટ્રિબ્યુનલ વળતર માટેના કોઇ દાવાની ન્યાયનિર્ણય કરવા માટે તપાસને લગતી કોઇ પ્રસનુન બાબાને વિશેષ જાણકારી ધરાવનાર એક કે તેથી વધુ વ્યકિતઓને સદરહુ તપાસમાં પોતાને સહાય કરવા પસંદ કરી શકશે.
(૪)દાવા ટ્રિબ્યુનલને તેણે કરેલા વળતર એવોર્ડના અમલીકરણ માટે દિવાની કોર્ટને દિવાની કાયૅરીતિ સંહિતા ૧૯૦૮ (સન ૧૯૦૮નો ૫મો) માં હેઠળના ડીક્રી હુકમના અમલ માટેની સતાઓ તેવો એવોડૅ આવી કોટૅ દિવાની દાવામાં નાણાંની વસૂલાત માટે કરેલા ડીક્રી હુકમની અમલ કરાવા માટે પ્રાપ્ત થતી સતાઓ જેવી જ સતાઓ પ્રાપ્ત રહેશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૬૯ ની પેટા કલમ (૩)ના પછી (૪) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯}}
Copyright©2023 - HelpLaw