
અમુક કેસોમાં વિમો ઉતારનારને જોડવા બાબત
કોઇપણ તપાસ દરમ્યાન કલેઇમ ટ્રીબ્યુનલને નીચે પ્રમાણે ખાતરી થાય ત્યારે તે કારણોની લેખિત નોંધ કરીને આદેશ આપી શકશે કે એ દાવાના સબંધમાં જવાબદાર હોય તે વીમો ઉતારનારને કાયૅવાહીમાં પક્ષકાર તરીકે જોડવો અને તેમ થયે એ રીતે જોડવામાં આવેલ વીમો ઉતારનારને કલમ ૧૪૯ની પેટાકલમ (૨)માં જણાવેલી જોગવાઇઓને બાધ આવ્યા સિવાય જેની વિરૂધ્ધ દાવો કરવામાં આવ્યો હોય તે વ્યકિતને જે કારણસર તેમ કરવાનો હક હોય તે તમામ કે કોઇ કારણસર દાવાનો પ્રતિવાદ કરવાનો હક રહેશે.
(૧) દાવો કરનાર વ્યકિત અને જેની વિરૂધ્ધ દાવો થયો હોય તે વ્યકિત વચ્ચે છૂપી સંતલસ છે અથવા (૨) જેની વિરૂધ્ધ દાવો થયેલ છે તે વ્યકિત દાવાનો બચાવ કરી શકયો નથી.
Copyright©2023 - HelpLaw