કેટલાંક કિસ્સાઓમાં વળતર રૂપે ખચૅ આપવા બાબત.
(૧) આ અધિનિયમ હેઠળના વળતર માટેના કોઇ દાવાનો ન્યાયનિણૅય કરનાર કોઇ કલેઇમ ટ્રીબ્યુનલને લેખિત કારણોસર નીચે પ્રમાણે ખાતરી થાય ત્યારે તે ટ્રિબ્યુનલ ગેરરજૂઆત કરવા બદલ ગુનેગાર હોય તે પક્ષકારે અથવા જે પક્ષકારે આવો દાવો કે બચાવ રજૂ કર્યો હોય તે પક્ષકારે યથાપ્રસંગ વીમો ઉતારનારને અથવા આવો દાવો કે બચાવ જેની વિરૂધ્ધ રજૂ કરેલ હોય તે પક્ષકારને વળતર તરીકે ખાસ ખચૅ આપવા માટે આદેશ આપી શકશે. (એ) કોઇ મહત્વની બાબતમાં ખોટી હોય તેવી હકીકતની રજૂઆતથી વીમાનો પોલીસી મેળવી હોવાને કારણે તે પોલિસી ફોક છે. અથવા (બી) કોઇ પક્ષકારે કે વીમા ઉતારનારને ખોટો કે ત્રાસદાયક દાવો કે બચાવ રજૂ કર્યો છે.
(૨) કોઇ કલેઇમ ટ્રિબ્યુનલ પેટાકલમ (૧) હેઠળ એક હજાર રૂપિયા કરતા વધુ રકમ ખાસ ખચૅ તરીકે આપવાનો હુકમ કરી શકશે નહિ. (૩) જેની વિરૂધ્ધ આ કલમ હેઠળ હુકમ કરવામાં આવ્યા હોય તે કોઇપણ વ્યકિતને અથવા વીમો ઉતારનારને પેટાકલમ (૧)માં ઉલ્લેખેલ ગેરરજૂઆત દાવા કે બચાવ સંબંધમાં કોઇ ગુનાહિત જવાબદારીમાંથી તે કારણે જ મુકિત મળશે નહિ.
(૪) કોઇપણ ગેરરજૂઆત દાવા કે બચાવના સંબંધમાં આ કલમ હેઠળ વળતર તરીકે અપાયેલ કોઇ રકમ તે ગેરરજૂઆત દાવા કે બચાવ સંબંધમાં વળતરરૂપે નુકશાની માટેના પાછળથી થયેલા કોઇ દાવામાં ગણતરીમાં લેવાશે.
Copyright©2023 - HelpLaw