અપીલો - કલમ:૧૭૩

અપીલો

(૧) પેટાકલમ (૨)ની જોગવાઇઓને આધીને રહીને કલેઇમ ટ્રીબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલ કોઇ વ્યકિત તે ચુકાદાની તારીખથી નેવું દિવસની અંદર હાઇકોટૅને અપીલ કરી શકશે

પરંતુ આવા ચુકાદાની શરતમાંની કોઇ રકમ આપવાનુ જેને ફરમાવ્યુ હોય તેવી વ્યકિત એ કરેલી કોઇ અપીલ હાઇકોટૅ દાખલ કરી શકશે નહિ સિવાય કે તે પચ્ચીસ હજાર રૂપિયા અથવા એવી રીતે આપેલી રકમ પચ્ચીસ ટકા રકમ એમાંથી જે ઓછી હોય તેટલી રકમ હાઇકોટૅ આદેશ કરે તે રીતે જમા કરાવી હોય  પરંતુ હાઇકોટૅને એમ ખાતરી થાય કે અપીલ કરનાર પુરતા કારણસર અપીલ કરી શકયો ન હતો તો તે નેવું દિવસની સદરહુ મુદત વીત્યા પછી પણ અપીલ સ્વીકારી શકશે.

(૨) અપીલમાંની વાદગ્રસ્ત રકમ (( એક લાખ )) રૂપિયા કરતા ઓછી હોય તો કલેઇમ્સ ટ્રિબ્યુનલના કોઇ ચુકાદા ઉપર અપીલ થઇ શકશે નહિ.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૭૩ ની પેટા કલમ (૨)માં દસ હજારની જગ્યાએ એક લાખ રૂપિયા ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))