
દીવાની કોટૅની હકૂમતનો બાધ
કોઇ વિસ્તાર માટે કોઇ કલેઇમ ટ્રિબ્યુનલ રચવામાં આવી હોય ત્યારે તે વિસ્તાર માટેની કલેઇમ ટ્રીબ્યુનલ ન્યાય નિણૅય કરી શકે તેવા કોઇ વળતર અંગેના દાવાને લગતો કોઇ પ્રશ્ન વિચારણમાં લેવાની કોઇ દીવાની કોટૅને હકૂમત રહેશે નહિ અને તે વળતર માટેના દાવા સંબંધમા કલેઇમ ટ્રિબ્યુનલે ચલાવેલ કે ચલાવવાની અથવા તેની સમક્ષ ચાલેલ કે ચાલવાની કાયૅવાહી સંબંધમાં દીવાની કોટૅ કોઇ મનાઇ હુકમ આપી શકશે નહિ.
Copyright©2023 - HelpLaw