
પાસ કે ટિકિટ સિવાય મુસાફરી કરવા માટે અને કંડકટરના પક્ષે કતૅવ્યનિષ્ઠા ન રાખવા માટે અને કોન્ટ્રેકટ કેરેજ ચલાવવાનો ઇન્કાર કરવા વગેરે માટે શિક્ષા
(૧) જે કોઇ વ્યકિત પોતાની પાસે યોગ્ય અથવા ટિકિટ સિવાય સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે અથવા સ્ટેજ કેરેજમાં હોય અથવા તેમાંથી ઊતરે અથવા તપાસ માટે રજૂ ન કરે અથવા કરવાનો ઇન્કાર કરે અથવા તેનો પાસ અથવા ટિકિટ માંગવામાં આવે તે તરત તે ન આપે તે વ્યકિત પાંચસો રૂપિયા સુધીના દંડને પાત્ર થશે
સ્પષ્ટીકરણઃ આ કલમમાં ટિકિટ નો અથૅ કલમ ૨૪માં તેમનો અનુક્રમે જે અથૅ આપ્યો છે તે જ છે
(૨) સ્ટેજ કેરેજના કંડકટર એવા સ્ટેજ કેરેજમાં કંડકટરના કાર્યો બજાવતા સ્ટેજ મેરેજના ડ્રાઇવર કે જેની
(એ) આવી વ્યકિત દ્રારા ભાડાની ચુકવણી કયૅ । વગર જાણી જોઇને અથવા બેદરકારીથી સ્ટેજ કેરેજમાં મુસાફરી કરતી જ વ્યક્તિને ટિકિટ આપવાની ફરજ છે તે (૧) ભાડુ આપે ત્યારે તે સ્વીકારે નહિ અથવા સ્વીકારવાનો ઇન્કાર કરે અથવા
(૨)ટિકિટ ન આપે અથવા આપવાનો ઇન્કાર કરે અથવા (૩) ગેરકાયદેસર ટિકિટ આપે અથવા
(૪) ઓછા મૂલ્યની ટિકિટ આપે અથવા
(બી) પાસ કે ટિકિટ ચેક કરવાની ફરજ છે તે જાણીજોઇને અથવા બેદરકારીથી તેમ ન કરે અથવા તેમ કરવાનો ઇન્કાર કરે તો તે પાંચસો રૂપિયા સુધીના દંડને પાત્ર થશે (૩) પરમીટ ધરાવનાર અથવા કોન્ટ્રેકટ કેરેજનો ડ્રાઇવર આ અધિનિયમની અથવા તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓનું ઉલ્લંધન કરીને કોન્ટ્રેકટ કેરે જ ફેરવે અથવા ઉતારૂઓને લઇ જાય લાવે તો તે
(એ) બે પૈડાના કે ત્રણ પૈડાના મોટર વાહનની બાબતમાં પચાસ રૂપિયા સુધીના દંડની અને
(બી) બીજી કોઇ બાબતમાં (હું પાંચસો )) રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૭૮ ની પેટા કલમ (૩)ના પેટા ખંડ(બી) માં રૂ.પ૦૦ દંડની શિક્ષા કરવામાં આવેલ છે. અમલ t.-૦૯/૦૮/૨૦૧૯ )
Copyright©2023 - HelpLaw