હુકમોનો અનાદર અવરોધ અને માહિતી આપવાનો ઇન્કાર - કલમ:૧૭૯

હુકમોનો અનાદર અવરોધ અને માહિતી આપવાનો ઇન્કાર

(૧) આ અધિનિયમ હેઠળ આદેશ આપવાની સતા ધરાવનાર કોઇ વ્યકિત કે સતામંડળના કાયદેસરના આદેશનો જાણીબૂઝીને અનાદર કરનાર અથવા આ અધિનિયમ હેઠળ જે બજાવવાની તેની ફરજ કે સતા હોય તે કાયૅની બજવણીમાં તે બજાવનાર વ્યકિત કે અધિકારીને અવરોધ કરનાર જો તે ગુના માટે બીજી કોઇ શિક્ષા ઠરાવી નહોય તો ((રૂ.૨૦૦૦/-)) સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે.

(૨) આ અધિનિયમથી કે તે હેઠળ કોઇ માહિતી આપવાની ફરજ હોય તે કોઇ વ્યકિત તે માહિતી જાણીબૂઝીને ન આપે અથવા પોતે ખોટી હોવાનુ જાણવા છતા અથવા પોતે સાચી હોવાનુ ન માનવા છતા તેવી માહિતી આપે તો તે જો તે ગુના માટે બીજી કોઇ શિક્ષા ઠરાવી ન હોય તો એક મહિના સુધીની કેદની અથવા (( રૂ.૨૦૦૦/-)) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૭૯માં ની પેટા કલમ (૧) અને (૨) માં રૂ.૨૦૦૦/- દંડની શિક્ષા કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))