
અનઅધિકૃત વ્યકિઓને વાહનો ચલાવવાની છૂટ આપવા બાબત
મોટર વાહનનો માલિક કે તેનો ચાજૅ ધરાવનાર કલમ ૩ કે કલમ ૪ની જોગવાઇઓ પૂરી ન કરનાર વ્યકિત પાસે વાહન ચલાવડાવે અથવા તેને વાહન ચલાવવાની પરવાનગી આપે તો તે ત્રણ મહિના સુધીની કેદની અથવા (રૂ.૫૦૦૦/-) સુધીના દંડની શિક્ષાને અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે
(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૦માં રૂ.૧૦૦૦/- ની જગ્યાએ રૂ.૫૦૦૦/- દંડની શિક્ષા કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw