કલમ ૩ અને કલમ ૪નું ઉલ્લંઘન કરીને વાહન ચલાવવા બાબત. - કલમ:૧૮૧

કલમ ૩ અને કલમ ૪નું ઉલ્લંઘન કરીને વાહન ચલાવવા  બાબત.

જે કોઇ વ્યકિત કલમ ૩ અને કલમ ૪નું ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવે તે ત્રણ મહિના સુધીની કેદની અથવા (( રૂ.૫૦૦૦/-))સુધીના દંડની અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૧માં રૂ.૫૦૦/- ની જગ્યાએ રૂ.૫૦૦૦/- દંડની શિક્ષા કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))