લાઇસન્સસોને લગતા ગુના. - કલમ:૧૮૨

લાઇસન્સસોને લગતા ગુના.

(૧) આ અધિનિયમ હેઠળ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવા ગેરલાયક બની હોય તે વ્યકિત જાહેર જગામાં અથવા બીજી કોઇ જગામાં મોટર વાહન ચલાવે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરે કે તે મેળવે અથવા શેરા વગરનુ ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવા હકદાર ન હોવા છતા અગાઉ તેણે ધરાવેલ ડ્રાઇવીંગ લાઇસન્સ ઉપરના શેર બતાવ્યા વિના ડ્રાઇવીંગ લાઇસન્સ માટે અરજી કરે કે તે મેળવે તો તે વ્યકિત ત્રણ મહિના સુધીની કેદની અથવા (( રૂ.૧૦,૦૦૦/- )) સુધીના દંડની શિક્ષાને પાત્ર અથવા એ બન્ને શિક્ષાને પાત્ર

થશે અને તેણે એ રીતે મેળવેલુ ડ્રાઇવીંગ લાઇસન્સ અમલમાં રેહેશ નહિ. (૨) આ અધિનિયમ હેઠળ કંડક્ટરનુ લાઇસન્સ ધરાવવા કે મેળવવા ગેરલાયક વ્યકિત જાહેર જગામાં સ્ટેજ કેરેજના કંડકટર તરીકે કામ કરે અથવા કંડકટરના લાઇસન્સ માટે અરજી કરે કે તે મેળવે અથવા શેરા વગરનુ કંડકટરનુ લાઇસન્સ મેળવા હકદાર ન હોવા છતા અગાઉ તેણે ધરાવેલ કંડકટરના લાઇસન્સ ઉપરના શેરા બતાવ્યા વિના કંડકટરના લાઇસન્સ માટે અરજી કરે કે તે મેળવે તો તે એક મહિના સુધીની કેદની અથવા (( રૂ.૧૦,૦૦૦/- )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે અને તેણે એ રીતે મેળવેલુ કંડકટરનુ લાઇસન્સ અમલમાં રહેશે નહી. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૨ માંની પેટા કલમ (૧) માં રૂ.૫૦૦/- ની જગ્યાએ રૂ.૧૦,૦૦૦ /- અને પેટા ક્લમ (૨)માં રૂ.પ૦૦૪ ની જગ્યાએ રૂ.૧૦,૦૦૦/- કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))