મોટર વાહન અને તેના પુરજાઓની બનાવટ જાળવણી વેચાણ અને ફેરફાર અંગેના ગુનાઓ માટેની શિક્ષા - કલમ:૧૮૨ એ

મોટર વાહન અને તેના પુરજાઓની બનાવટ જાળવણી વેચાણ અને ફેરફાર અંગેના ગુનાઓ માટેની શિક્ષા

(૧)જે કોઇ પ્રકરણ-૭ ની અથવા તે હેઠળ બનાવેલા નિયમો અથવા નિયમોની જોગવાઇઓનું ઉલ્લંઘન થાય તે રીતે મોટર વાહનના ઉત્પાદન આયાતકૉ । અથવા ડિલર તરીકે મોટર વાહનનું વેચાણ અથવા ડિલિવરી કરવા અથવા ફેરફાર કરવા અથવા વેંચાણ માટે મૂકવા માટે આવા પ્રત્યેક મોટર વાહન દીઠ એક વષૅ સુધીની કેદની અથવા રૂપિયા એક લાખ સુધીના દંડની અથવા તેવી બંને શિક્ષાને પાત્ર ઠરશે

જોગવાઇ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કોઇપણ વ્યકિત દોષિત ઠરાવાશે નહિ. જયારે તેવી વ્યકિત સાબિત કરે કે આવા મોટર વાહનના વેચાણ અથવા ડિલિવરી અથવા ફેરફાર અથવા વેચાણ વિકલ્પ આપવાના સમયે આવું મોટર વાહન પ્રકરણ-૭ અથવા તે હેઠળ બનાવાયેલા નિયમો અથવા નિયમોની જોગવાઇઓના ઉલ્લંઘનમાં છે તેની જાણકારી તેણે સામા પક્ષકારોને આપેલી હોય

(૨)જે કોઇપણ મોટર વાહનના ઉત્પાદક તરીકે પ્રકરણ-૭ અથવા તે હેઠળ બનાવેલા નિયમો અથવા નિયમોની જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ નીવડેલ હોય તે એક વષૅ સુધી વધી શકે તેટલી મુદતની કેદ અથવા રૂપિયા એકસો કરોડ સુધી વધી શકે તેવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર ઠરશે

(૩)જે કોઇપણ મોટર વાહનના કોઇ પૂજૅ (ભાગ) જેને કેન્દ્ર સરકારે આવશ્યક સલામતી પૂર્જ તરીકે જાહેર કરેલ હોય અને તે પ્રકરણ-૭ અથવા તે હેઠળ બનાવેલા નિયમો અથવા નિયમોની જોગવાઇઓનુ પાલન કૉન્ગ ના હોય તેને વેચાણ માટે આપવાનો વિકલ્પ આપે અથવા તેવી પરવાનગી આપે તે એક વષૅ સુધીની કેદ અથવા આવા પ્રત્યેક ભાગ માટે રૂપિયા એક લાખના દંડની અથવા બંને શિક્ષાને પાત્ર ઠરશે.

(૪)જે કોઇપણ મોટર વાહનના માલિક તરીકે આ અધિનિયમ અથવા તે હેઠળ બનાવેલા નિયમો અથવા નિયમોનો ભંગ થાય તેવી રીતે મોટર વાહનમાં ફેરફાર કરાવે જેમા મોટર વાહનના પૂછ્યું. ઓનુ રીટ્રોફીટીંગ સમાવિષ્ટ તે છ માસ સુધીની કેદ અથવા આવા પ્રતયેક ફેરફાર માટે પાંચ હજાર રૂપિયા સુધીના દંડ અથવા બંને શિક્ષાને પાત્ર તરશે.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ ક્લમ ૧૮૨-એ નવેંસરથી મૂકવામાં આવેલ છે, અમલ તા-૦૯/૦૮/૨૪૧૯))